ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં:ભુજના કોલેજ રોડ પરના ખુલ્લા પ્લોટમાં આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં ભય ફેલાયો

કચ્છ (ભુજ )25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ શહેર અને તાલુકામાં છાશવારે બનતા આગના બનાવથી ફાયર વિભાગ સતત દોડતું રહે છે. ત્યારે આજે બપોરે શહેરના અતિ વ્યસ્ત કોલેજ રોડ પરના બેઇંગ હ્યુમન રેડીમેડ શો રૂમ નજીકના ખુલ્લા પ્લોટમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. બાવળની ઝાડીમાં લાગેલી આગથી આસપાસના વિસ્તારમાં ભારે ભયની લાગણી પ્રસરી હતી. જોકે સુધારાઈ હસ્તકના ફાયર વિભાગ દ્વારા સમયસરની કામગીરીથી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદભાગ્યે આ ઘટનામાં જાનમાલની કોઈ નુકસાની થઈ ન હતી.

આજે શુક્રવાર બપોરે એક વાગ્યાના અરસામાં ફાયર કન્ટ્રોલ રૂમ મા કોલ આવતા કોમર્સે કોલેજ રોડ પરના બેઇંગ હ્યુમન શો રૂમની બાજુના ખુલ્લા પ્લૉટમા કોઇ કારણોસર આગ લાગી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતી એને આગને એક કલાકની જહેમત બાદ કાબુમાં લીધી હતી. આ કામગીરીમાં ફાયર ટીમના ડીસીઓ ગઢવી રવિરાજ ફાયરમેન સુનિલ મકવાણા, સોહમ ગોસ્વામી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...