ઝાડીમાં આગ ફેલાઈ:ભચાઉના કબરાઉ પાસે રાત્રીએ બાવળની ઝાડીમાં આગ ભભૂકી, ફાયર વિભાગે માંડ માંડ કાબુ મેળવ્યો

કચ્છ (ભુજ )20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ દુધઈ ધોરીમાર્ગ પરના નવાગામ નજીકની જેગવાર કંપની પાસેના ખેતરમાં ગત સમીસાંજે આગની ઘટના બનતા ભાગદોડ મચી હતી. આગની જાણ ભચાઉ સુધારાઈમાં કરવામાં આવતા ફાયર ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. દરમ્યાન આજ માર્ગ પરના કબરાઉ નજીક મોડી રાત્રે બીજી આગની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું અને બાવળની ઝાડીમાં ફેલાયેલી આગને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી.

ભચાઉ ફાયર વિભાગને 108 માંથીકોલ આવતા ભચાઉ તાલુકાના કબરાઉ ગામની ગેલેક્સી હોટેલ પાસે કોઈ કારણસર રોડ પાસેની ઝાડીઓમાં ગત મોડી રાત્રે આલ લાગી હોવાની જાણ થતાં ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ કામગીરીમાં ફાયરમેન પ્રવિણ દાફડા અને હેલ્ફર કુલદીપ ગંઢેર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...