ગાંધીધામ શહેરમાં આજે બપોરે સુધારાઈના ટાઉન હોલ સામે મીરાજ સિનેમા નજીક કપડાના ટુકડા સહિતની સામગ્રી ભરેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જાહેર માર્ગ પર ટ્રકમાં લાગેલી આગના બનાવના પગલે દોડધામ થઈ પડી હતી. આગના કારણે ટ્રકમાં ભારે નુકશાન પહોંચ્યું હતું. નગરપાલિકા અને ERCના ફાયર ફાઇટર દ્વારા સળગતી ટ્રક પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી. જોકે આગની જાણ થતાં ટ્રક ચાલક ટ્રકમાંથી તુરંત નીચે ઉતરી જતા તેનો બચાવ થયો હતો.
ટ્રકને ભારે નુકશાન પહોંચ્યું
ગાંધીધામ શહેરમાં છાસવારે આગની ઘટના બનતી રહે છે. તેમાં વધારો કરતી વધુ એક ઘટના આજે શુક્રવારે બપોરે મીરાજ સિનેમા નજીક બની હતી. જેમાં કપડાના ટુકડાની ઘાસડી સહિતની સામગ્રી ભરેલી ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી ઉઠી હતી. આગની જાણ તંત્રને કરવામાં આવતા સુધારાઈ અને ERCની ટીમે તાત્કાલિક ઘટનસ્થળે દોડી જઇ ફાયર ફાઇટર દ્વારા ટ્રકમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ટ્રકમાં રહેલો સામાન બહાર લાવી ભભૂકતી આગને શાંત પાડવાના પ્રયાસો હાથ ધરાયા હતા. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નહોતી પરંતુ ટ્રકને ભારે નુકશાન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.