ભંગારના વાડામાં આગ ભભૂકી:ભચાઉના બટિયા ત્રણ રસ્તા પાસે ભંગારના વાડામાં અચાનક આગ લાગી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર માર્ગ પાસે ભંગારમાં આગ લાગતાં વાહન ચાલકો પણ ઘડીભર ઉભા રહી ગયા
  • આગને સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી, વધુ નુકશાન થતું અટક્યું

આકરો તાપ વરસાવતો ઉનાળો જેમ જેમ તેની પરાકાષ્ટાએ પહોંચી રહ્યો છે તેમ તેમ યેનકેન પ્રકારે જિલ્લામાં આગના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ પૂર્વે ગાંધીધામમાં એક મકાન અંદર રાખેલા ભંગારમાં આગની ઘટના બાદ આજે સોમવારે ભચાઉના જાહેર માર્ગ પર બટિયા ત્રણ રસ્તા પાસે ભંગારના વાડામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે આસપાસમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. જો કે આગને સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી હતી. જેનાથી વધુ નુકશાન થતું અટક્યું હતું.

ભચાઉના બટિયા ત્રણ રસ્તા પાસે જાહેર માર્ગ પાસે એકઠા કરાયેલા ભંગારમાં આજે સવારે 11 વાગ્યે અચાનક આગ લાગી હતી. નોંધનીય છે કે આગની જ્વાળાઓ આકાશ તરફ ઘણા સમય સુધી ઊડતી રહી હતી. અહીંથી પસાર થતા વાહનો પણ ઘડીભર ઉભા રહી ગયા હતા. જો કે આગને બાદમાં આસપાસના લોકોએ પાણી વડે કાબુમાં લઈ લેતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...