લખપત તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવર ખાતે ગત રાત્રિ દરમ્યાન ઠંડપીણાંની કેબિનમાં અચાનક આગ લાગી ઉઠી હતી. આગ આજુબાજુની દુકાનમાં ના ફેલાય તે માટે દોડી આવેલા લોકોએ તંત્રને જાણ કરી હતી. જેના પગલે સ્થાનિક પોલીસ અને KLTPS વિજ કચેરીની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાબડતોબ ફાયર ફાઇટર વડે આગ પર પાણીનો મારો ચલાવી, આગને કાબુ લીધી હતી. ફાયર ટીમની તાકીદની કામગીરીથી આગ આસપાસની દુકાનમાં ફેલાતા અટકી ગઈ હતી.
આ અંગે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગત મોડી રાત્રિના લક્ષમણ મંગલદાસ ઠકકરની ઠંડપીણાંની દુકાનમાં સંભવિત શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ઉઠી હતી. ભારે આગથી લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સરપંચ, પીએસઆઇ ચાવડા, ફાયર વિભાગના અનિલ ખાંટ વગેરેએ સ્થળ પર આવી આગને કાબુમાં લેવા જહેમત લિધી. આગના કારણે કેબિનમાં રહેલી ફ્રીજ તથા અન્ય માલસામગ્રી બળીને નાશ પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.