આપઘાત:કરજમાં ડુબેલા આરટીઓ એજન્ટે ભુજની હોટલમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી આર્થિક ભીંસ કે ગૃહકલેશ, રહસ્ય અકબંધ: પોલીસ દ્વારા તપાસ શરૂ
  • ઉઘરાણીઓ વધી જતાં મહિનાઓથી ઘર મુકી હોટલમાં રોકાતો ને, ભાડુ નતો આપતો

માંડવી તાલુકાના બિદડા ગામના આરટીઓ એજન્ટ આધેડ પર કરજ વધી જતાં ઉઘરાણી થકી ઘરમાં કચવાટથી મહિનાઓથી ઘરેથી નીકળી ગયા બાદ ભુજની હોટલમાં રોકયા બાદ મંગળવારની હોટલના રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સ્થળ પર પહોંચેલી પોલીસને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે.

જો કે, હતભાગીએ શું લખ્યું છે. તે હજુ બહાર આવ્યું નથી. પ્રાપ્ત વિગતો મુજબ બિદડા ગામે રહેતા અને ગત 15 જુલાઇની રાતથી ભુજની અંજલી હોટલમાં રૂમભાડે રાખીને રોકાયેલા સંજય કેશવલાલ વેદાન્ત (ઉ.વ.56) નામના આરટીઓ એજન્ટે મંગળવારે સવારે પાંચ વાગ્યાથી સાંજના સાડા ચાર વાગ્યા વચ્ચે હોટલના રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા મૃતકના ભાઇ યોગેશ કેશવલા વેદાન્તે હતભાગીને જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસને મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે.

પ્રાથમિક તપાસમાં સંજયભાઇ આરટીઓના કામ હેઠળ લોકો પાસેથી રૂપિયા લીધા ઉપરાંત અન્ય આર્થિક બોજો વધી જતાં ઘરમાં પણ આ મુદે કલેશ વધી ગયો હોવાથી ઘરેથી મહિનાઓ પહેલા નીકળી ગયા હોવાનું બહાર આવ્યું છે. મૃતક અગાઉ એક એક હોટલમાં રોકાયા બાદ 50 હજાર જેટલી રકમ ચડી જતાં ભુજની હોટલમાં છેલ્લા દોઢેક મહિનાથી રોકાયા બાદ મંગળવારે આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તો, બીજી તરફ મૃતકે મરતાં પૂર્વે લખેલી સુસાઇડ નોટ પોલીસને મળી આવી છે. આ સુસાઇડ નોટમાં મૃતકે કયા કારણે આપઘાત કર્યો તે હજુ બહાર આવ્યું નથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બારોઇમાં દિકરા સાથે પૈસાની તકરારના મનદુખેમાં માતાનો આપઘાત
મુન્દ્રાના બારોઇ રોડ પર ગાયત્રી સોસાયટીમાં રહેતા રૂપાબેન દિનેશભાઇ સથવારા(ઉ.વ.40)એ સોમવારે રાત્રીના ભાગે પોતાના ઘરમાં પંખા પર રસ્સી બાંધી આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં હતભાગી મહિલાનો તેના પુત્ર સાથે રૂપિયા મુદે માથાકુટ થયા બાદ મનપર લાગી આવતાં આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નાના કપાયામાં પરપ્રાંતિય યુવકે ફાંસો ખાઇ જીવ દીધો
નાના કપાયાની જિંદાલ લેબર કોલોનીમાં રહેતા મુળ યુપીના અખિલેષકુમાર હવાલદાર રાજપુત (ઉ.વ.30) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર કંપનીની લેબર કોલોનીમાં રહેણાંકની ઓરડીમાં લોંખડના પાઇપ સાથે લુંગી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. મુન્દ્રા પોલીસે બનાવની નોંધ લઇ આપઘાત પાછળના કારણો જાણવા તપાસ શરૂ કરી છે.

કનકપુરની વાડીમાં કાળોતરાએ યુવાનનો ભાગ લીધો
અબડાસા તાલુકાના કનકપુર વાડીમાં રહેતા કરણાભાઇ રાણાભાઇ રબારી નામના યુવકને સોમવારે સાંજે વાડીમાં કાળોતરા સાપે હાથમાં દંશ મારતાં પ્રથમ સારવાર મોથાળા હોસ્પિટલમાં લઇ ભુજ જી.કે.માં લાવતાં જ્યાં મંગળવારે બપોરે કરણાભાઇનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...