• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • A Criminal Offense Will Be Registered Against Those Who Post Inflammatory Or Objectionable Posts, Videos Before The Elections

કાર્યવાહી:ચૂંટણી પૂર્વે ભડકાઉ કે વાંધાજનક પોસ્ટ, વીડિયો મૂકનારા સામે ફોજદારી ગુનો નોંધાશે

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દરેક સો. મીડિયા એકાઉન્ટ પર રખાઈ રહી છે નજર

ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર વાંધાજનક મેસેજ, પોસ્ટ, કે અન્ય માધ્યમથી લોકોની લાગણી દુભાય અથવા સીધી કે આડકતરી રીતે કોઈ રાજકીય પક્ષને લાભ કે નુકસાન થાય તેવા ઈરાદાથી કરાયેલી કોઈપણ પ્રવૃતિઓ પર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.જો કોઈ આવી પ્રવૃતિ કરતા જણાશે તો તેમની વિરુદ્ધ આઈપીસી અને અન્ય ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવશે.હાલમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટ અને તેની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

વિધાનસભા ચૂંટણી મામલે જાહેર કરાયેલી આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી પંચે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરી છે. સોશિયલ મીડિયામાં આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં કરાવવામાં કે દર્શાવવામાં આવતી હોય તો તેની સામે ભારતીય દંડ સહિતા તથા લોક પ્રતિનિધિ ધારો 1951 તથા ચૂંટણી આચારસંહિતા 1961 મુજબ કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચે આદેશ આપ્યો છે.

કોઈપણ નાગરિકના ધ્યાને આવે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આચારસંહિતાનો ભંગ થતો હોય તેવી કોમેન્ટ, વીડિયો કે અન્ય રીતે પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોય તેની માહિતી આપવા માટે પશ્ચિમ કચ્છ જિલ્લાના નોડલ ઓફિસર ડીવાયએસપી એ. આર. ઝણકાત મો.નં. 99796 90000 તથા નાયબ નોડેલ અધિકારી એલ.સી.બી પીઆઇ સંદીપસિંહ ચુડાસમા મો.90990 84909 પર ફરિયાદ કરી શકાશે.

10 ફ્લાઈંગ સ્કવોર્ડ સાથે 33 ચેકપોસ્ટ કાર્યરત
ચૂંટણી આચારસંહિતાના પગલે જિલ્લાની તમામ ચેકપોસ્ટ કાર્યરત કરી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં હાલે 33 ચેકપોસ્ટ શરૂ છે.આ ઉપરાંત 10 ફ્લાઈંગ સ્કવોર્ડ અને 10 SST ટીમ પણ બનાવવામાં આવી છે.જેઓ દ્વારા પણ ચેકિંગની સાથે વિવિધ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. > એ. આર.ઝણકાત, ડીવાયએસપી હેડક્વાર્ટર ભુજ

અન્ય સમાચારો પણ છે...