ગાય ગટરમાં ખાબકી:ભુજના શેખ ફળિયામાં ગાય ગટરમાં પડી જતા સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કરી બચાવી

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ તાત્કાલિક ગટરના સ્મરકામની માગ કરી, અન્યથા સુધારાઈ કચેરીનો ઘેરાવની ચીમકી ઉચ્ચારી કરાશે

ભુજમાં ગટર બેસી જવાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના શેખ ફળિયામાં ગટર બેસી જતા એક ગાય તેમાં પડી ગઈ હતી. જેથી ગાયને બચાવવા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. રસ્સા વડે ગાયના સિંગડા બાંધી તેને ખાડામાંથી બહાર લાવી બચાવી લેવામાં આવી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ ગટર કાર્યની ગુણવત્તાને લઈ સુધારાઈ પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ તાત્કાલિક સમાંરકામની માગ કરી હતી. જો વહેલાસર કાર્યવાહી નહી થાય તો સુધારાઈ કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી પણ લોકોએ ઉચ્ચારી હતી.
ગટર બેસી જવાની ઘટનાને પગલે લોકોમાં રોષ
​​​​​​​
જિલ્લા મથક ભુજ શહેરમાં જૂની બનેલી ગટર લાઇન બેસી જવાના છાસવારે કિસ્સા બનતા રહે છે. આજે રવિવારે શેખ ફળિયામાં ગટર બેસી જતા ગાય પડી ગઈ હતી. આ પૂર્વે ભાનુશાલી નગર પાસેના રિલાયન્સ મોલ સામે પણ ગટર બેસી જતા મસમોટો ખાડો પડી ગયો હતો. જેથી લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા આ સમસ્યાનો યોગ્ય નિકાલ લવાય એવી લોકમાગ ઉઠી છે. લોકોએ ગાયનું રેસ્ક્યૂ કરી તેને બચાવી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...