શિવભક્ત ગાય!:નખત્રાણાના ભડલીમાં પૌરાણિક શિવ મંદિર બહાર એક ગાય આપમેળે દૂધની ધારા વહાવે છે

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • આપમેળે દૂધ આપતી ગાયને જોવા ભાવિકો ઉમટી પડ્યા
  • પૂજારી દ્વારા ગાયના દૂધને પાત્રમાં ઝીલી મંદિરમાં શિવલિંગ પર અભિષેક કરાય છે

નખત્રાણા તાલુકાના ભડલી ગામે એક ગાય જાણે ભગવાન શિવની શ્રાવણ માસમાં પૂજા કરવા આવતી હોય એમ મંદિર સન્મુખ દરરોજ આપમેળે દૂધની ધારા વહાવી રહી છે. પ્રવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી ગાય રોજ સવારે મંદિર સામે આવી દૂધની ધારા કરે છે. આ દુધને મંદિરના પૂજારી એક પાત્રમાં ઝીલી શિવલિંગ પર અભિષેક કરી દે છે.

ભોળાનાથની આરાધના કરવા ગાય આવતી હોવાની લોકોની માન્યતા
શ્રધ્ધારૂપી આ ઘટનાથી ગામના ભાવિકો અચરજ સાથે ગાયની ભક્તિ જોવા ઉમટી રહ્યા છે. ભડલીના પૌરાણિક ભીડભંજન શિવ મંદિર ખાતે આ વિરલ ઘટના ઘટી રહી છે. લોકો પણ હવે આ ગાય ભોળાનાથની આરાધના કરવા આવતી હોવાનું માંની રહ્યા છે.

શ્રાવણ માસની શરૂઆતથી જ ગાય દૂધની ધારા વહાવે છે
આ વિશે ભડલી ગામના આગેવાન જાયેંદ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ વખતે શ્રાવણ માસની શરૂઆત સાથે જ ગાય કોઇજ દોરીસંચાર વિના સીધી શિવ મંદિર સંકુલમાં આવી મંદિર સન્મુખ ઉભી રહી જાય છે અને આપમેળે દૂધની ધારા વહાવે છે. વિરલ કહી શકાય એવી આ ઘટના પ્રતિદિન ચાલુ રહેતા હવે મંદિરના પૂજારી ગાયના આંચળ નીચે પાત્ર રાખી દૂધને ભરી લે છે અને બાદમાં મંદિર અંદર શિવલિંગ પર અભિષેક કરે છે.

આ ક્રિયામાં લોકો ખલેલ ના પહોંચાડે તે રીતે વ્યવસ્થા કરાઈ
મંદિરમાં અનશન વ્રતપર બેઠેલા રવીગીરી બાવાજી અને સેવક ખીમજી ભગત, પ્રેમસંગ સોઢા, ગુલામ મકવાણા સહિતના ભાવિકો આ ક્રિયામાં લોકો દ્વારા ખલેલ ના પડે તે રીતે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આ ગાયને જોવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડે છે.

અન્ય સમાચારો પણ છે...