તપાસ:શહેરમાં 16 વર્ષિય સગીર ગુમ થતાં અપહરણની ફરિયાદ નોંધાઇ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બકાલી કોલોનીમાં​​​​​​​ રહેતા તરૂણની શોધ છતા પતો ન મળ્યો

શહેરના કોડકી રોડ પર આવેલા બકાલી કોલોનીમાંથી 16 વર્ષિય સગીરનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોઇ અજાણ્યો શખ્સ આ સગીરનું અપહરણ કરી ગયો હોવાનું જણાવામાં આવ્યું છે. એ ડિવિઝન પોલીસમાં સુલ્તાન હશન અબ્દુલ કાદર સમાએ ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે, તેમનો 16 વર્ષિય દીકરો ફહામ બપોરે ઘરેથી ગયો પરંતુ પરત આવ્યો ન હતો. દિકરાને ઘોડાનો શોખ હોવાથી તે અવાર નવાર કોંગ્રેસ ભવનની પાસે આવેલા તબેલામાં આવતો ત્યાં શોધખોળ કરાઇ પણ અતોપતો ન મળ્યો.

બાદમાં સાસરી પક્ષ માંડવી તેમજ મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં શોધ ખોળ કરવા છતાં કોઇ અતો પતો ન મળતા એ ડિવિજન પોલીસમાં આવી કોઇ અજાણ્યો શખ્સ ફરિયાદીના 16 વર્ષિય દીકરાનું અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...