6 કિ.મી. લાંબો ટ્રાફિક જામ:સુરજબારીથી સામખીયાળી વચ્ચેના ધોરીમાર્ગ પર ટેન્કર પલટી જતા 6 કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી

કચ્છ (ભુજ )6 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છ સોંરાષ્ટ્રને જોડતા ધોરીમાર્ગ નંબર 27 પર ફરી એક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. આજે મંગળવાર સવારે 3.30ના અરસામાં જુના કટારીયા પાટિયા નજીક મોરબી તરફ જતું એક ટ્રેલર અકસ્માતે પલટી ગયું હતું. જેના કારણે સવારના 10 વાગ્યા સુધી બન્ને તરફના માર્ગે 5 થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામના કારણે સેંકડો વાહનો અટવાઇ પડ્યા હતા. સપ્તાહમાં આ માર્ગે ત્રીજી વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. જોકે બાદમાં સુરજબારી ટોળગેટના સ્ટાફ અનેસામ ખીયાળી પોલીસ દ્વારા ક્રેનની મદદ વડે ટ્રેલરને સીધું કરી દેવામાં આવતા ટ્રેલરે ફરી રફતાર પકડી લીધી હતી.

ક્રેનથી ટ્રેલર બેઠું કરાતા ફરી દોડતું થયું
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સામખીયાળીથી સુરજબારી વચ્ચેના જુના કટારીયા પાસે આજે વહેલી પરોઢે 3.30 વાગ્યાની આસપાસ ગાંધીધામ તરફથી તેલ ભરીને મોરબી બાજુ જતું એક ટ્રેલર અકસ્માતે માર્ગ વચાળે પલટી મારી ગયું હતું. જેના કારણે સવારના 10 વાગ્યા સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. બાદમાં સવારે 7.30ના અરસામાં ક્રેનની મદદ વડે ટ્રેલરને સીધું કરી દેવામાં આવતા ટ્રેલરે ચાલતી પકડી હતી અને ફરી માર્ગ પર દોડતું થયું હતું. સદભાગ્યે ઘટનામાં કોઈને ઇજા પહોંચી ના હતી પરંતુ અટવાઇ પડેલા લોકોને નિયત સ્થળે સમયસર પહોંચી ના શકતા ભારે હાલાકી ભોગવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...