ખેડૂતોનું ચક્કાજામ:ભચાઉના રામદેવપીર ધોરીમાર્ગ પર ખેડૂતોએ ચક્કાજામ કરાતા 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • સમાન વિજ દરના સમર્થનમાં તાકીદે યોગ્ય થવાની માગ સાથે પ્રદર્શન હાથ ધરાયુ

ગાંધીનગર ખાતે કિશાન સંઘ દ્વારા સમાન વિજ દર મામલે ચાલી રહેલા ધરણાં પ્રદર્શનને એક સપ્તાહનો સમય વીતી ગયો છે. તેમ છતાં હજુ સુધી સરકારે કિશનોની કોઈ માગનો સ્વીકાર કર્યો નથી. તેથી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે ભચાઉ સામખીયાળી ધોરીમાર્ગ પરના રામદેવપીર નજીક રસ્તા રોકો આંદોલન શરૂ કરી દીધું છે. કિશાન સંઘના સમર્થનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરી મુકતા બન્ને તરફના માર્ગે અંદાજિત 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. ખેડૂતો માગ કરી છે કે સરકાર દ્વારા કિશનોના પ્રશ્નોનું નિરાકરણ લવાય. જોકે ચક્કાજામના કારણે સર્જાયેલા ટ્રાફિકને પૂર્વવત કરવા ભચાઉ પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ખેડૂતોને સમજાવટના પ્રયાસો હાથ ધર્યા છે.

સેંકડો ખેડૂતો છ માર્ગીય ધોરીમાર્ગ પર ઉતરી આવ્યા
ખેડૂતોને મળતી વીજળી બાબતે સરકાર દ્વારા એકજ રાજ્યમાં અલગ જિલ્લામાં અલગ વિજ દર લાગુ કરવામાં આવ્યા છે. જેનો વિરોધ દર્શાવવા ભારતિય કિશાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર ખાતે એક સાપ્તાહથી ધરણાં પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં રાજ્યના હજારો ખેડૂતો જોડાયા છે. પરંતુ સરકાર તરફી હજુ સુધી કોઈ યોગ્ય નિવારણ લવાયું નથી. તેથી કચ્છના ખેડૂતો રોષે ભરાયા છે અને ભચાઉ સાંમખીયાળી તરફના ધોરીમાર્ગ પર રામદેવપીર-વોન્ધ વચ્ચેના છ માર્ગીય રોડ પર બેસી ચક્કાજામ કરી મુક્યો છે. પોલીસ વિભાગ દ્વારા મામલાને થાળે પાડવાના પ્રયાસો શરૂ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...