દુઃખદ:મોડસરમાં રેતી નીચે દટાઈ જતા 4 વર્ષના બાળકનું મોત

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોડરથી રેતી લેવલ કરતી વખતે બની ઘટના

ભુજના મોડસરમાં લોડર દ્વારા રેતી લેવલ કરતી વખતે પરપ્રાંતીય કામદારનો 4 વર્ષીય બાળક રેતીમાં દટાઈ જતા મોત થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ દાહોદના અને મોડસરમાં કામ કરતા પરપ્રાંતીય મજુરના 4 વર્ષીય બાળક પ્રિન્સ વિનોદભાઈ માવી રેતીમાં દટાઈ જતા મોત થયું હતું.રાધેરાધે કંપનીની બાજુમાં લોડર દ્વારા રેતી લેવલ કરવાનું કામ ચાલુ હતું.

એ દરમિયાન બાળક રેતીમાં દટાયેલું જોવા મળતા સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબ ડૉ.મયુરસિંહ જાડેજાએ તેને મૃત જાહેર કર્યો હતો.બનાવને પગલે પધ્ધર પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...