તાલુકાના બન્ની અને ખાવડા વિસ્તારમાં રોગચાળો પ્રસરી રહ્યો છે. અગાઉ મેલેરિયા બિમારીએ હાહાકાર મચાવતા ગાંધીનગરથી ટીમ દોડી આવી હતી. જે બીમારી માંડ અંકુશમાં આવી ત્યાં હવે આ વિસ્તારના ભૂલકાઓમાં મોટી ખાંસીનો ચેપ પ્રસર્યો છે. બિમારીના વાયરામાં ખાવડાના નાની દદ્ધર ગામે ડિપ્થેરિયાના કારણે 3 વર્ષની બાળાનું મોત થયું છે. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગે સર્વે ઝુંબેશ શરૂ કરી લોકોને રસીકરણ માટે સમજાવવાનું અભિયાન શરૂ કર્યું છે. હાલમાં દરેક ગામોમાં મોટાભાગના ભૂલકાઓ ઉધરસથી પીડાઈ રહ્યા છે.
આ મોટી ખાંસીના રોગમાં બાળકને જોરથી ઉધરસ ઉપરાંત ગળામાં અવાજ આવે છે. આ રોગથી બચવા માટે સમયસર રસી મુકાવવી જરૂરી છે. જે તમામ સરકારી કેન્દ્રોમાં મળી રહે છે પણ બન્ની અને ખાવડા વિસ્તારમાં રસી પ્રત્યે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. જેથી રસીની કામગીરી માત્ર 10 ટકા થઈ છે. ત્યારે અહીં રસિકરણની ઝુંબેશ વધારવા માટે આરોગ્ય વિભાગે મંગળવારથી ઝુંબેશ શરૂ કરી છે જેમાં ખાંસીના દર્દીઓ ચકાસવા સાથે લોકોને રસી પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.