પરીવારમાં શોક:જીવજંતુના ડંખે વેપારી પરીવારના 27 વર્ષીય યુવકનો ભોગ લીધો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હતભાગી યુવાન - Divya Bhaskar
હતભાગી યુવાન
  • બેભાન થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો પણ દમ તોડી દીધો

શહેરના વેપારી પરીવારના આશાસ્પદ યુવકને બપોરે ત્રણ વાગ્યાના અરસામાં અેરપોર્ટ રીંગ રોડ નજીક ઝેરી જીવજંતુ (ડંખ) કરડયું હતું, જેથી તેના શરીરે સોજો આવી જતા બેભાન થઇ ગયો હતો જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જો કે સારવાર મળે તે પૂર્વે દમ તોડી દેતા અગ્રગણ્ય-હોટેલીયર પરીવારમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું.

બપોરે ત્રણ વાગ્યાના અરસામાં સોહેલ સીધીકભાઇ કુંભાર (મોરારીયા) એરપોર્ટ રીંગ રોડ પાસે પોતાના ફાર્મહાઉસ પાસે હતો, તે દરમિયાન તેને ઝેરી જીવજંતુ (મધમાખી-ડંખ) કરડ્યું હતું, ડંખ વાગતા જ તેને શરીરે સોજો ચડયો હતો અને બેભાન થઇ ગયો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેને વધુ સારવાર નસીબ થાય તે પૂર્વે આંખો મીચી દીધી હતી.

શહેરના સ્ટેશન રોડ પર આવેલી નિલમ હોટેલ, એરપોર્ટ રીંગ રોડ પર આવેલા નિલમ પાર્ટી પ્લોટ અને અગ્રગણ્ય મોરારીયા પરીવારના આશાસ્પદ યુવકનું ડંખ કરડવાના કારણે મોત થઇ જતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હતભાગી યુવક ક્રિકેટ અને રમત-ગમત પ્રેમી હતો અને સ્પોર્ટસ એક્ટિવીટ સાથે સંકળાયેલો હતો.

અન્ય સમાચારો પણ છે...