ફરજ અદા કરવા મક્કમ:ભચાઉની ધર્મશાળામાં રહેતા 100 વર્ષના મોંઘીબેન કહે છે કે હું તો પગે ચાલી ને મત આપવા જઈશ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતાનો તમામ મુંબઇમાં સુખી સંપન્ન પણ માજીને ભચાઉ સિવાય કોઇ શહેરમાં રહેવું ગમતું નથી
  • થોડા વર્ષો મુંબઇ રહ્યાં હોવાથી મતદાન ન કરી શકવાનો છે અફસોસ : હવે લોકશાહીની ફરજ અદા કરવા મક્કમ

વિધાનસભાની ચૂંટણીની જોશભેર તૈયારીઅો ચાલી રહી છે. અેક તરફ રાજકીય પક્ષો જોર લગાવી રહ્યા છે. બીજી તરફ વહીવટી તંત્ર નિષ્પક્ષ ચૂંટણી થાય અને વધુને વધુ મતદાન થાય તેની જાગૃતિ કરી રહ્યું છે. અનેક વખત યુવાનો પણ મતદાન પ્રત્યે નિરસતા બતાવતા હોય છે પરંતુ તેઅોને ભચાઉમાં રહેતા અને સદીની ઉંમરે અાવી પહોંચેલા મોંઘીબેનને જોઇને પ્રેરણા લેવાની જરૂર છે. ભચાઉમાં રહેતા અા માજીઅે તમામ લોકોને મતદાન કરવા અપીલ કરી રહ્યા છે.

વાગડ વિસ્તારમાં રહેતા જૈન ઓસવાલ સમાજના મોટાભાગના લોકો વર્ષોથી વ્યવસાય અર્થે મુંબઈ અને દેશના અન્ય રાજ્યોમાં સ્થાયી થયા છે. માદરે વતન વાગડથી દૂર થયેલા જૈન ઓસવાલ સમાજના વૃદ્ધો અને વડીલો પોતાના ગામ અને ફળિયામાં રહેવાનું વધુ પસંદ કરે છે. જેથી કચ્છમાં સમાજ દ્વારા વડીલો માટે ધર્મશાળાઅો બનાવામાં અાવી છે. જેમાં ભચાઉ વીશા ઓસવાળ મિત્ર મંડળ મુંબઈ દ્વારા સંચાલિત ધર્મશાળામાં રહેતા 100 વર્ષિય મોંઘીબેન લખમશીભાઈ નિસર સાથે વાત કરતા તેઅોઅે જણાવ્યું હતું કે ‘હું વર્ષોથી આ ચૂંટણી પર્વને ઉજવતી રહી છું અને મતદાન કરતી રહી છું. પરંતુ છેલ્લા થોડા સમયથી મારા મુંબઈ રહેતા પરિવાર સાથે રહેવાનું હોવાથી કચ્છમાં મતદાન કરી શકી નથી.

પરંતુ આ વખતે મારે અચૂક મતદાન કરવું છે અને મતદાન મથક સુધી મારે પગે ચાલીને લોકશાહીની ફરજ અદા કરવી છે. મતદારોને શીખ આપતા મોંઘીબેને ઉમેર્યું હતું કે‘ દેશના વિકાસ માટે દરેક લોકોઅે મતદાન અચૂક કરવું જોઈએ.’

અા ઉંમરે પણ દૈનિક અેકથી દોઢ કિમી ચાલે છે
ધર્મશાળામાં રહેતા મોંઘીમાને સંતાનમાં પાંચ દીકરા અને ત્રણ દીકરીઓ છે. જેઓ બધા ખૂબ સુખી સંપન્ન છે. પરંતુ માજીને વાગડનું વાતાવરણ માફક હોવાથી ભચાઉને છોડવું નથી. સંતાનો બધા મુંબઈ રહે છે. જેમાં અમુક પૌત્રા- પૌત્રી વિદેશમાં પણ સ્થાયી થયા છે. મોંઘીમાની દિનચર્યા સવારે 5 શરૂ થઇ જાય છે અને અા ઉંમરે પણ દૈનિક એક થી દોઢ કિલોમીટર ચાલીને સ્થાનકે જાય છે.

અન્ય સમાચારો પણ છે...