વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને કચ્છની 6 બેઠકો માટે તા.1-12ના મતદાન થવાનું અને તેને લઇને ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ દિન સોમવારે અધધ 72 ફોર્મ ભરાતાં અત્યાર સુધી ડમી ઉમેદવાર સહિત 92 મુરતિયાઅોઅે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. અાજે મંગળવારે ફોર્મની ચકાસણી અને ગુરૂવારે ઉમેદવારી પરત ખંેંચવાની સાથે કેટલા ઉમેદવારો મેદાને છે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
તા.5-11થી ફોર્મ ભરાવાના ચાલુ થયા હતા પરંતુ જાહેર રજાને બાદ કરતાં પ્રથમ ત્રણ દિવસ દરમ્યાન ઉમેદવારો સુસ્ત રહ્યા હતા અને ત્યારબાદ મુરતિયાઅોના દર્શન થયા હતા. તા.14-11, સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે અાખરી દિવસ હોઇ મુરતિયાઅોનો રાફડો ફાટ્યો હતો અને અેક જ દિવસમાં 72 ઉમેદવારોઅે નામાંકનપત્રો ભર્યા હતા. અત્યાર સુધી ભરાયેલા ઉમેદવારીપત્રો પર નજર કરીઅે તો સાૈથી વધુ ઉમેદવારો ભુજ બેઠક પર 18 અને અોછા અંજાર બેઠક પર 12 છે. અાજે તા.15-11, મંગળવારે ફોર્મની ચકાસણી અને તા.17-11, ગુરૂવારના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સાથે 92માંથી કેટલા મુરતિયા ચૂંટણી જંગના મેદાને છે તેનું ચિત્ર ગુરૂવારે બપોરે 3 વાગ્યા બાદ સ્પષ્ટ થઇ જશે.
કઇ બેઠક પર કયા ઉમેદવારે નોંધાવી છે દાવેદારી
ભુજ : ભાજપમાંથી કેશવલાલ શિવદાસ પટેલ (કેશુભાઇ), ડો.મુકેશ લીલાધર ચંદે, કોંગ્રેસમાંથી અરજણ દેવજીભાઇ ભુડિયા, સંજય અરજણભાઇ ભુડિયા, અામ અાદમી પાર્ટીમાંથી રાજેશ પિંડોરિયા, અલ્પેશ ભુડિયા, રાઇટ ટુ રિકોલ પક્ષના નોડે કાસમ મોહમદ, બહુજન સમાજ પાર્ટીના જુસબશા મામદશા સૈયદ, અોલ ઇન્ડિયા મજલીસ-અે-ઉત્તેહાદુલ મુસ્લમીનમાંથી શકીલ સમા, પ્રજા વિજય પક્ષના મેહુલરાજ ભરતસિંહ રાઠોડ, અોલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીમાંથી કાૈશલ્યાબેન અમૃતભાઇ ઉપેરિયા અને અપક્ષ ઉમેદવાર તરીકે દક્ષાબેન હરપાલસિંઘ બારોટ, હુસેન મામદ થેબા, ભૂપેન્દ્ર બાબુલાલ જોષી, વસંતભાઇ બોડા, અોસમાણભાઇ કુંભાર, અમૃતલાલ પટેલ અને વૈશાલી ઇશ્વરગર ગોસ્વામીઅે ફોર્મ ભર્યું છે.
ગાંધીધામ (અેસ.સી.) : કોંગ્રેસમાંથી ભરત વેલજીભાઇ સોલંકી, વિનોદ વેલજીભાઇ સોલંકી, ભાજપમાંથી માલતીબેન કિશોર મહેશ્વરી, રામ હીરાલાલ માતંગ, અામ અાદમી પાર્ટીના બુધાભાઇ થાવર મહેશ્વરી, હિતેષકુમાર શાંતિલાલ મકવાણા, બહુજન સમાજ પાર્ટીના કાળુભાઇ ડુંગરભાઇ માૈર્ય, સમાજવાદી પાર્ટીમાંથી લાલજી કારાભાઇ બળિયા, ગુજરાત સર્વ સમાજ પાર્ટીના અરવિંદ અશોકભાઇ વાઘેલા, સંયુક્ત વિકાસ પાર્ટીના વનીતા ડાયાલાલ મહેશ્વરી તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે જિજ્ઞાસાબેન મહેશભાઇ સોંદરવા, સમીરભાઇ જુમાભાઇ મહેશ્વરી, ભાણજીભાઇ મ્યાજરભાઇ ડુંગરિયાઅે નામાંકનપત્ર ભર્યું છે.
અંજાર : કોંગ્રેસમાંથી રમેશભાઇ સામજીભાઇ ડાંગર, વેલજીભાઇ કાંથડભાઇ હુંબલ, ભાજપના ત્રિકમ બિજલભાઇ છાંગા, ભરત પ્રાણલાલભાઇ શાહ, અામ અાદમી પાર્ટીમાંથી અરજણ ચનાભાઇ રબારી, જિતેન્દ્ર નવીનભાઇ ઠક્કર, ગુજરાત સર્વ સમાજ પક્ષના ગની અાદમભાઇ કકલ, બહુજન સમાજ પાર્ટીના સુધ્ધા બકુલભાઇ ચાવડા, સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી અોફ ઇન્ડિયાના રોશનઅલી ઇબ્રાહીમ સંધાણી, અપક્ષ ઉમેદવારોમાં રમેશ જખરાભાઇ કોડેચા, પીયૂષ કિશોરભાઇ પઢિયાર, જિજ્ઞેશ રમણીકલાલ પલણનો સમાવેશ થાય છે.
અબડાસા : કોંગ્રેસમાંથી જત મામદ જુંગ, પ્રેમસિંહ વૃધ્ધાજી સોઢા, તકીશા ઇબ્રાહીમશા પીર, ભાજપના પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા, જયસુખલાલ હરજી ડાયાણી, અામ અાદમી પાર્ટીમાંથી વસંત વાલજીભાઇ ખેતાણી, દમયંતીબેન વસંત ખેતાણી, અખિલ ભારતીય રાજ્ય સભાના શાંતિલાલ મુળજીભાઇ સેંઘાણી, બહુજન સમાજ પાર્ટીના નાગશી ખમુ મહેશ્વરી, સમાજવાદી પાર્ટીના જગદીશચંદ્ર કાકુલાલ જોષી, પ્રજા વિજય પક્ષના કરશનજી દાનસંગજી જાડેજા અને અપક્ષ ઉમેદવારો યુશુબશા ઇસ્માઇલશા સૈયદ, નિજામુદ્દીન અલીઅકબરછા પીર, રજાક અલીમામદ ઉઠાર, હકુમતસિંહ જુવાનસિંહ જાડેજા, સુરેશ મનજી મંગે ફોર્મ ભર્યું હતું.
માંડવી : ભાજપમાંથી અનિરૂધ્ધ ભાઇલાલ દવે, વાલજી માણસીભાઇ ટાપરિયા, કોંગ્રેસમાંથી રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા, વલ્લભભાઇ શાંતિલાલ વેલાણી, રાષ્ટ્રીય સમાજ પક્ષના દક્ષાબેન હરપાલસિંઘ બારોટ, અોલ ઇન્ડિયા મજલીસ-અે-ઉત્તેહાદુલ મુસ્લમીનના મહમદઇકબાલ હાજીમામદ માંજલિયા, પ્રજા વિજય પક્ષના વાસંગ લખમીર રબારી, બહુજન સમાજ પાર્ટીમાંથી કિશોર માલશી ધેડા અને અપક્ષ ઉમેદવારોમાં નવીન નરશી માકાણી, રામભાઇ ધનરાજ ગઢવી, ઇમામશા લતીફશા સૈયદ, રમણીક શાંતિલાલ ગરવાનો સમાવેશ થાય છે.
રાપર : ભાજપમાંથી વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, કોંગ્રેસના ભચુભાઇ ધરમશી અારેઠિયા, સંતોકબેન આરેઠિયા, બહુજન સમાજ પાર્ટીમાંથી અાંબાભાઇ મ્યાજર રાઠોડ, અામ અાદમી પાર્ટીના અંબા પરબત પટેલ, નવીનચંદ્ર મનજી જોસરફાળ, સર્વ સમાજ પાર્ટીના મનસુખ વજેરામ મકવાણા, સંયુક્ત વિકાસ પાર્ટીના તેજાભાઇ ગેલાભાઇ વાણિયા, ગુજરાત નવનિર્માણ સેનાના રમેશ પુંજાભાઇ પટ્ટણી અને અપક્ષ ઉમેદવારોમાં સંજયગિરિ રમેશગિરિ ગોસ્વામી, હાસમશા ઉમરશા સૈયદ, કુલદીપસિંહ મગરૂભાઇ વાઘેલા, રાજેશ બાબુભાઇ દુદાસણા, મુસા ઇબ્રાહીમ હિંગોરજાઅે ઉમેદવારી નોંધાવી છે.
2017માં 80 ઉમેદવારો લડ્યા હતા ચૂંટણી
વિધાનસભાની 2017ની સામાન્ય ચૂંટણી વખતે પણ મુરતિયાઅોનો રાફડો ફાટ્યો હતો અને ફોર્મ પરત ખેંચાઇ ગયા બાદ પણ ચૂંટણી જંગના મેદાને 80 ઉમેદવારો હતા. રાષ્ટ્રીય પાર્ટીઅોમાં બહુજન સમાજ પાર્ટીના 6, ભાજપના 6, કોંગ્રેસના 6, અેનસીપીના 1, રજિસ્ટર્ડ પાર્ટીઅોમાં અાપમાંથી 1, બહુજન મુક્તિ પાર્ટીમાંથી 5 સહિત અન્ય નોંધાયેલા પક્ષોમાંથી 18, અપક્ષ ઉમેદવાર 43 સહિત 80 ઉમેદવારોઅે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.
હાસ્ય કલાકાર પનુડાની ભુજ બેઠક પર તેમજ અેક મહિલા ઉમેદવારની બે બેઠકો પર દાવેદારી
હાસ્ય કલાકાર વસંત મોરારજીભાઇ બોડા ઉર્ફે પનુડો પણ ભુજ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સોમવારના તેમણે પોતાના સમર્થકો સાથે અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું હતું. તો વળી દક્ષાબેન હરપાલસિંઘ બારોટે ભુજ બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે અને માંડવી બેઠક પર રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.