રાજકારણ:કચ્છની 6 વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસમાંથી 83 દાવેદારી નોંધાઇ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ પ્રમુખ અને રાજ્યની કોંગ્રેસ ચૂંટણી સમિતિમાં રજુ કરાશે
  • ભુજ 7, અંજાર​​​​​​​ 13, ગાંધીધામ-અબડાસા 20, રાપર 4, માંડવીમાં 19 નો દાવો

કચ્છમાં કોંગ્રેસે જિલ્લાની 6 વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારી કરવા ઈચ્છુક કાર્યકરો પાસેથી દાવેદારી અરજી મંગાવી હતી. રવિવાર અને સોમવાર સુધીના બે દિવસો દરમિયાન કુલ 83 કાર્યકરોઅે પોતાનો દાવો રજુ કર્યાના હેવાલ છે. જોકે, કેટલાક અાગેવાનો પ્રદેશ કક્ષાઅે દાવેદારી રજુ કરે અેવી ચર્ચા થઈ રહી છે, જેથી સાચો અાંકડો 15મી સપ્ટેમ્બર પછી જ બહાર અાવે અેવી શક્યતા છે.ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તારીખ હજુ જાહેર કરાઈ નથી.

પરંતુ, કોંગ્રેસ અને ભાજપે સીધી કે અાડકતરી રીતે ચૂંટણી પ્રચાર ક્યારનોય શરૂ કરી દીધો છે, જેમાં વધુ અેક વિકલ્પ અામ અાદમી પાર્ટીઅે ધ્યાન ખેંચ્યું છે, જેથી અે પણ ચર્ચામાં અાવી ગઈ છે. જે દરમિયાન અામ અાદમી પાર્ટીઅે 10-10 ઉમેદવારોની ત્રણ યાદીઅો પણ બહાર પાડી દીધી, જેમાં કચ્છ જિલ્લાની માંડવી વિધાનસભાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. જે બાદ હવે છેલ્લા બે-ત્રણ દિવસથી કોંગ્રેસે ઈચ્છુક દાવેદારો પાસેથી બાયોડેટા સહિતની વિગતો અેકઠી કરવાનું શરૂ કરી દીધું છે, જેમાં કુલ 83 કાર્યકરોઅે દાવો રજુ કર્યો છે.

જે બાબત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, ભુજમાં 7, અંજારમાં 13, ગાંધીધામમાં 20, રાપરમાં 4, માંડવીમાં 19, અબડાસામાં 20 કાર્યકરોઅે દાવો રજુ કર્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા દિપક ડાંગરે જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કે પ્રદેશ પ્રમુખ અને રાજ્યની કોંગ્રેસ ચૂંટણી સમિતિમાં દાવેદારોના બાયોડેટા સહિતની અરજીઅો રજુ કરવામાં અાવશે. જિલ્લા ઈનચાર્જ મહામંત્રી રામદેવસિંહ જાડેજાના સંકલનમાં જિલ્લા કોંગ્રેસ ભવન ભુજમાં બે રવિવાર અને સોમવાર અેમ બે દિવસ સુધી કાર્યવાહી ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...