શ્રાવણ પૂર્વે ખેલીઓ પર તવાઇ જારી:ખાવડા અને ભચાઉમાંથી 8 જુગારી 30 હજાર રોકડ સાથે જબ્બે બે ફરાર

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને દરોડામાં પોલીસે રોકડ અને મોબાઇલ મળીને 31,250નો મુદામાલ કબજે કર્યો

ભુજ તાલુકાના ખાવડા અને ભચાઉમાં રામેશ્વર મંદિર પાછળ જુગાર રમતા 8 ખેલી રોકડ રૂપિયા 29,750 તથા 1,500ની કિંમતના ત્રણ મોબાઇલ સાથે પકડાઇ ગયા હતા. જ્યારે બે આરોપી નાસી જવામાં સફળ રહ્યા હતા.

ખાવડા પોલીસે ખાવડા ગામ નજીક નાના તળાવની ઝાડીમાં ગંજીપાનાનો જુગાર રમતા અરવિંદ વેલા કોલી, શકુર અબ્દુલ્લા સમાને રોકડ રૂપિયા 5,50 તેમજ 1,500ની કિંમતના ત્રણ મોબાઇલ મળી રૂપિયા 2,050ના મુદામાલ સાથે પકડી લીધા હતા. જ્યારે ભીલાલ જુસબ સમા અને જબ્બાર ઉર્ફે મંગલો મહંમદ સમા નામના બે આરોપી નાસી ગયા હતા.

પોલીસે ચારે વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો, ભચાઉમાં રામેશ્વર મંદિર પાછળ વશરામભાઇ લુહારના ઘરની બાજુમા઼ ખૂલ્લામાં પોલીસે દરોડો પાડીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા વશરામભાઇ નાથાભાઇ લુહાર, બંશીલાલ બદરીલાલ બલાઇ, સંતોષ દેવાનંદ પંડિત, દિનેશ માંડણભાઇ નટ્ટ, વિનોદગર રમેશગર ગુંસાઇ અને રામજી દેવાભાઇ રાજપુતનેુ રોકડ રૂપિયા.29,200 સાથે પકડી લઇ તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...