ક્રાઈમ:મહિલાઓને તૈયાર કરવાનું કહી બ્યુટીપાર્લરના સંચાલિકાના ખાતામાંથી 79 હજાર ઉપડયા

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઠગબાજ શખ્સે પોતાની ઓળખ આર્મી જવાન તરીકેની આપી હતી
  • સાયબર ક્રાઇમ પોલીસે ભોગ બનનાર મહિલાને નાણાં પરત અપાવ્યા

મહિલાઓને તૈયાર કરવાનું કહી ભુજમાં બ્યુટીપાર્લરના સંચાલિકાના ખાતામાંથી 79 હજાર ઓનલાઇન સેરવી લેવાયા હતા.જે કેસમાં ભુજ સાયબર ક્રાઈમ પોલીસે ભોગ બનનાર મહિલાને તમામ નાણાં પરત અપાવી દીધા છે.

ભાવેશ્વર નગરમાં રહેતા રીતુબેન દિનેશભાઇ મોરબીયાને બ્યુટી પાર્લરનો વ્યવસાય હોઇ તેઓને ઇન્સ્ટાગ્રામમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિનો મેસેજ આવ્યો અને તે પોતે આર્મીમાં છે એમ કહી ચાર લેડીઝને તૈયાર કરવાની છે તેવું કહ્યું હતું.ખાતામાં એડવાન્સ પેમેન્ટ કરવા માટે અરજદારને રૂ.1 ગૂગલ પે કરવાનું જણાવતા અરજદારે સામાવાળાના ખાતામા 1 રૂપિયો ટ્રાન્સફર કરતાં થોડીવારમાં જ તેમના કોટક મહિન્દ્રા બેન્કના ખાતામાંથી રૂ.79,500/- ઉપાડી અનઓથોરાઇઝ ટ્રાન્ઝેકશન કર્યું હતું.

જે બનાવમાં ભોગ બનનારે સાયબર સેલ (એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનો સંપર્ક કરતાં ભોગબનનારને મદદરૂપ થઇ તાત્કાલીક પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે ગયેલ પૂરેપુરી રકમ રૂા. 79,500 અરજદારના એકાઉન્ટમા પરત અપાવી દેવાઈ છે.

પોલીસે લોકોને અપીલ કરતા જણાવ્યું કે,કોઇપણ બેંક/મોબાઇલ કંપનીમાંથી ફોન કોલ આવે તો કોઇપણ જાતના બેંક અકાઉન્ટ તથા OTP ની માહીતી શેર કરવી નહીં, લિંક મારફતે મોબાઇલમા કોઇપણ એપ્લીકેશન ડાઉનલોડ/ઇન્સ્ટોલ કરવી નહી,અજાણી સ્ત્રીના ફોટાવાળી ફેસબુકમા ફ્રેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ કરવી નહીં,કોઇપણ ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી વખતે ઓફીસીયલ વેબસાઇટની ખરાઇ કરીને જ ખરીદી કરવી,સસ્તા સોનાના નામે ઇન્ડીયા માર્ટમાં જાહેરાત આવે તો લાલચમા આવવું નહી,અજાણ્યા મોબાઇલ નંબર પરથી આવેલ કોઇપણ જાતની લીંક ઓપન કરવી નહી, લોન/લોટરીના નામે આવતા અજાણ્યા ફોન કોલથી સાવચેત રહેવું,જયારે કોઇપણ મિત્ર તેના ફેસબુક મેસેન્જર દ્વારા રૂપીયાની માંગણી કરે તો ખરાઈ કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...