વસુલાત બાકી:કચ્છમાં 1984થી 2021 સુધીમાં 7883 દસ્તાવેજ રજિસ્ટર ન થયા

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયત જંત્રી ભાવ મુજબ ન હોય તેવા દસ્તાવેજો વર્ષોથી છે પેન્ડીંગ
  • કલમ 32(ક) હેઠળ સ્ટેમ્પ ડ્યૂટી રૂ.545.27 લાખની વસુલાત બાકી

ભાસ્કર ન્યૂઝ|દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં 1984થી લઇને 2021 સુધીમાં જે દસ્તાવેજો જંત્રી ભાવ મુજબના ન હોય અથવા તો દસ્તાવેજનો પ્રકાર બતાવાયો ન હોય તેવા પ્રકારના દસ્તાવેજો રજિસ્ટર ન કરી, સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેક્ટર કચેરીએ મોકલી અપાય છે અને 1984થી 2021 સુધીમાં રજિસ્ટર ન થયા હોય તેવા દસ્તાવેજોની સંખ્યા 7883 પર પહોંચી ગઇ છે. વધુમાં તે પેટેની બાકી સ્ટેમ્પ ડ્યૂટીની રકમ રૂ.545.27 લાખની વસુલાત બાકી છે. જે કેસમાં સ્ટેમ્પ ડ્યૂટી બાકી હોય તેવા કેસો સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેક્ટર દ્વારા ચલાવીને તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જે દસ્તાવેજો જંત્રી ભાવ મુજબના ન હોય તો કલમ 32 (ક) મુજબ, જે દસ્તાવેજ લેખમાં દસ્તાવેજનો પ્રકાર ન દર્શાવ્યો હોય તો કલમ 33 મુજબ કેસ ચલાવી નિકાલ કરાય છે. કચ્છની વાત કરીએ તો ગમે તે કારણોસર 1984થી 2021 સુધીમાં 7883 દસ્તાવેજ રજિસ્ટર થયા વિના સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેક્ટર કચેરી હસ્તક પડ્યા છે અને સ્ટેમ્પ ડ્યૂટી પેટે રૂ.545.27 લાખની વસુલાત બાકી છે.

પેન્ડિંગ દસ્તાવેજોમાં 1996માં સૌથી વધુ 801, 1997માં 706 દસ્તાવેજ તેમજ 1984થી 2021 દરમ્યાન 500થી વધુ દસ્તાવેજો રજિસ્ટર થયા ન હોય તેવા વર્ષવાર દસ્તાવેજની વાત કરીઅે તો 1991માં 584, 1998માં 586, 1999માં 535 દસ્તાવેજો પેન્ડિંગ રહ્યા છે, જયારે સૌથી ઓછા 2013માં માત્ર 2 જ દસ્તાવેજો રજિસ્ટર થયા નથી.ઉપરાંત કલેક્ટર દ્વારા ફાળવાયેલી જમીન, ખાણ ખનિજ કરાર અન્વયે વસુલાત, પ્રિ-વેલ્યુએશન હેઠળ કલમ 31 મુજબ સ્ટેમ્પ ડ્યૂટી અને પોર્ટ સહિત વિવિધ ક્ષેત્રોમાંથી સ્ટેમ્પ ડ્યૂટીની વસુલાત કરાય છે.

વર્ષવાર પેન્ડિંગ દસ્તાવેજો

વર્ષદસ્તાવેજ
1984142
1985296
1986267
1987338
1988376
1989335
1990488
1991584
1992443
1993370
1994434
1995494
1996801
1997706
1998586
1999535
2000228
200145
200239
200337
200444
200514
20069
200724
200850
200964
201038
201126
20132
20165
201711
201815
201921
202010
20216

2001 બાદ પેન્ડિંગ દસ્તાવેજોનો આંકડો ઘટ્યો
1984થી 2021ની સ્થિતિએ પેન્ડિંગ દસ્તાવેજોની વાત કરીએ તો 2001ના વર્ષથી 2021 સુધીમાં પેન્ડિંગ દસ્તાવેજોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે અને કુલ પેન્ડિંગ 7883 દસ્તાવેજોમાંથી 2001થી 2021 સુધીમાં માત્ર 460 દસ્તાવેજો જ રજિસ્ટર કરાયા નથી. તેમાં વળી અા સમયગાળા દરમ્યાન પેન્ડિંગ દસ્તાવેજોનો આંકડો 64થી ઉપર વધ્યો નથી એટલે કે, 2થી લઇને 64ની વચ્ચે રહ્યો છે.

અમુક મિલકતોના ફરીથી થઇ ગયા છે દસ્તાવેજો
અતિ વિશ્વસનીય સૂત્રોના કહેવા મુજબ 1984થી 2000 સુધીના સમયગાળા દરમ્યાન જ દસ્તાવેજો વધુ પેન્ડિંગ રહ્યા છે. વધુમાં અા સમય દરમ્યાન જે મિલકતોના દસ્તાવેજો ગમે તે કારણોસર રજિસ્ટર થયા નથી તેવી મિલકતોના બીજીવાર પણ દસ્તાવેજો બની ગયા છે એટલે કે, આવી મિલકતો વેચાણ પણ થઇ ગઇ છે.

અત્યાર સુધી 2509 મિલકતોમાં બોજા નોંધ દાખલ
સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેક્ટર દ્વારા કલમ 32 (ક) હેઠળ કેસ ચલાવીને નિકાલ કરાય છે. જે મિલકતોની સ્ટેમ્પ ડ્યૂટી બાકી હોય, અન્ય કોઇ કારણોસર દસ્તાવેજ ન થયા હોય તેવી િમલકતો પર હવે બોજો ચડાવીને તેની 7-12ના પાનિયામાં હક્કપત્રક નોંધ દાખલ કરાય છે. અત્યાર સુધી 2509 કેસોમાં જે-તે મિલકત પર બોજો ચડાવીને તે અંગેની નોંધ પાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...