ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરે માર્ચ 2022માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું અાયોજન કર્યું હતું, જેમાં રાજ્યનું 72.02 ટકા અને કચ્છ જિલ્લાનું 74.48 ટકા પરિણામ અાવ્યું છે. કચ્છ જિલ્લાના 4 કેન્દ્રોમાંથી સાૈથી ઊંચું માંડવી કેન્દ્રનું 84.67 ટકા અને સાૈથી નીચું ભુજ કેન્દ્રનું માત્ર 70.91 ટકા પરિણામ અાવ્યું છે. જ્યારે જિલ્લામાં અે/1 મેળવવામાં માત્ર 2 જ છાત્રોઅે સફળતા મેળવી છે, જેમાંથી અાદિપુરના 1 કુમારનો અને ગાંધીધામની 1 કન્યાનો સમાવેશ થાય છે.
કચ્છમાં વૈશ્વિક મહામારી કોરાનાઅે 2020માં પગ પેસારો કર્યા પહેલા માર્ચ માસમાં પરીક્ષા યોજાઈ ગઈ હતી. જે બાદ અોન લાઈન કરતા અોફ લાઈનમાં વધુ શિક્ષણ અપાયું હતું અને શૈક્ષણિક સત્ર 2020/21માં પરીક્ષાઅો યોજાઈ ન હતી.
જે બાદ શૈક્ષણિક સત્ર 2021/22માં અોફ લાઈન અને અોન લાઈન શિક્ષણ વચ્ચે જેમ તેમ શૈક્ષણિક કાર્ય શરૂ થયું અને માર્ચમાં શિક્ષણ બોર્ડે વાર્ષિક પરીક્ષા લીધી હતી. કચ્છમાં ભુજ, માંડવી, અંજાર અને ગાંધીધામ કેન્દ્રો ઉપર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાઈ હતી, જેમાં ભુજ કેન્દ્રનું 70.91 ટકા, માંડવી કેન્દ્રનું 84.67 ટકા, અંજાર કેન્દ્રનું 74.36 ટકા અને ગાંધીધામ કેન્દ્રનું 76.14 ટકા પરિણામ અાવ્યું છે.
પોતાના પર વિશ્વાસ રાખી મહેનત કરાય તો ધાર્યું પરિણામ મળે જ છે
શરૂઆતથી નિયમીત અભ્યાસમાં માનતી ધ્વનીનું કહેવું છે કે જો પાયો સારો હોય અને આગળ બધુ સારુજ થતું હોય છે. તેઓ પોતાના માતા પિતાને આદર્શ માને છે અને આગળનું સંપુર્ણ ફોકસ નીટની પરીક્ષાઓ પર લગાવી રહ્યા છે. તેમનું માનવું છે કે પોતાના પર વિશ્વાસ રાખીને મહેનત કરાય તો ધાર્યુ પરીણામ જરૂર મેળવી શકાય છે.
કેટલા કલાકો વાંચ્યુ તે નહિ, ખરેખર કેટલું વંચાયુ અને પચ્યુ તે મહત્વનું છે
રોજ કેટલું વાંચવું અને સમજવું છે તેનો ટાર્ગેટ સેટ કરીને ચાલીએ તો પરિણામ મેળવી શકાય, આદિત્યએ કહ્યું કે રોજ કેટલાક કલાક વાંચો છો તે નહી પણ તે કલાકોમાં કેટલું ખરેખર વંચાય છે તે મહત્વનું છે. કોઇ બ્રેક વિનાની દૈનિક પ્રેક્ટીસ આવશ્યક છે. હાલમાં તે કોટામાં જેઈઈની તૈયારી કરે છે અને વિજ્ઞાન ક્ષેત્રમાંજ કાંઈક કરી જવાની ખેવના ધરાવે છે.
મુળ માંડવી રહેતા આ પરિવારમાં પિતા ડેન્ટિસ્ટ છે, અભ્યાસમાં પુત્રની પ્રગતિ જોતા માતા અને બહેન સાથે બે વર્ષ પહેલા અભ્યાસ માટેજ આદિપુર સીફ્ટ થયા. પિતા અને દાદીએ માંડવી રહીને પુત્રના અભ્યાસ માટે આ ભોગ આપ્યો તે પ્રેરણાદાયી છે. પોતાના પિતા, માતા, શિક્ષકોને આદર્શ માનતા આદિત્ય ઉજ્જવળ ભવિષ્ય તરફ મીટ માંડી રહ્યો છે.
કેન્દ્ર મુજબ ઉત્તીર્ણ અને અનુત્તીર્ણ | |||||
કેન્દ્ર | નોંધાયેલા | પરીક્ષા અાપી | પાસ | નાપાસ | ટકાવારી |
ભુજ | 582 | 581 | 412 | 170 | 70.91 |
માંડવી | 139 | 137 | 116 | 23 | 84.67 |
અંજાર | 78 | 78 | 58 | 20 | 74.36 |
ગાંધીધામ | 417 | 415 | 316 | 101 | 76.14 |
100 ટકા પરિણામ લાવનારી શાળાઅો | ||||
ગામ | શાળાનું નામ | નોંધાયા | ઉત્તીર્ણ | ટકાવારી |
મોટી વિરાણી | સંતકૃપા વિદ્યાલય | 14 | 14 | 100 |
ભુજ | સ્વામિ. વિદ્યાલય | 51 | 51 | 100 |
ભુજ | અાર.ડી. વરસાણી | 22 | 22 | 100 |
સુખપર | દિવ્ય બ્રહ્મલોક | 3 | 3 | 100 |
કોડાયપુલ | સ્વામિ.ગુરુકુળ | 2 | 2 | 100 |
30 ટકાથી અોછું પરિણામ લાવનારી શાળા | ||||
ગામ | શાળાનું નામ | નોંધાયા | ઉત્તીર્ણ | ટકાવારી |
ભુજ | અોલ્ફ્રેડ હાઈસ્કૂલ | 16 | 3 | 18.75 ટકા |
કેરા | HJD ઈન્સ્ટીટ્યૂટ | 4 | 1 | 25 ટકા |
દયાપર | સ.ઉ.મા. શાળા | 11 | 3 | 27.27 ટકા |
ગ્રેડ મુજબ સંખ્યા
કચ્છમાં કુલ 1216 પરીક્ષાર્થીઅો નોંધાયા હતા, જેમાં 1211 છાત્રોઅે પરીક્ષા અાપી હતી, જેમાંથી 2 અે/1, 40 અે/2, 125 બી/1, 207 બી/2, 235 સી/1, 236 સી/2, ડી 57, ઈ/1 અેકેય નથી.
દોઢ સદી પુરાણી શાળાનું પરિણામ નબળું આવ્યું
ભુજ શહેરમાં રાજાશાહીના વખતમાં સ્થપાયેલી અને જેમાં એક બે નહીં પણ ત્રણ-ત્રણ પેઢી ભણી છે એવી ઓલ્ફ્રેડ હાઇસ્કૂલનું પરિણામ નબળું આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.