ધરપકડ:મોડસરમાં જુગાર રમતા 7 ખેલી 38 હજાર સાથે ઝડપાયા

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે 9 મોબાઇલ, કાર, અને બે બાઇક મળી રૂપિયા 8.24 લાખનો મુદામાલ કબ્જે કર્યો

ભુજ તાલુકાના મોડસર ગામની સીમમાં જુગાર રમતા સાત ખેલીઓને પોલીસે પકડી પાડી તેમના કબજામાંથી રોકડ રૂપિયા 38,300 તેમજ 9 મોબાઇલ કિંમત 36હજાર અને 7 લાખની કાર, તથા રૂપિયા 50 હજારની બે બાઇક મળીને કુલે 8 લાખ 24 હજાર 300નો મુદામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ પધ્ધર પોલીસે બાતમીના આધારે મોડસર ગામની સીમમાં રાત્રીના બે વાગ્યે છાપો માર્યો હતો. ગંજીપાના વળે હારજીતનો જુગાર રમતા વિશ્રામ રવા ગાગલ (આહિર) (ઉ.વ.44), ભુરા રવા ગાગલ (આહીર) (ઉ.વ.51), શંભુ ધના ગાગલ (આહીર) (ઉ.વ.34), ગોપાલ રૂપા ગાગલ (આહીર) (ઉ.વ.60), રૂપા રવા ગાગલ (આહિર) (ઉ.વ.49), વિક્રમ ભુરા ગાગલ (આહિર) (ઉ.વ.29), ભગુ ભાણા ગાગલ (આહિર) (ઉ.વ.45) રહે તમામ મોડસરને પધ્ધર પોલીસે રોકડા રૂપિયા 38,300 તથા 9 મોબાઇલ કિંમત 36 હજાર, રૂપિયા 7 લાખની કાર, અને 50 હજારની બે મોટર સાયકલ મળીને કુલે રૂપિયા 8,24,300ના મુદમાલ સાથે ઝડપી લીધા હતા. તમામ વિરૂધ જુગારઘારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.

આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. વી.બી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ વી. જાડેજા તથા દિવ્યરાજસિંહ આર.જાડેજા તથા ક્રિપાલસિંહ જે. ઝાલા તથા મયુરસિંહ જી. રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ પરમાર તથા સંજયભાઇ આર. રબારી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...