કામગીરી:માંડવીમાં પાણી ઉલેચવા 7 ડીવોટરિંગ પમ્પ 7 દિવસ સુધી 24 કલાક ચાલુ રહ્યા

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકાએ પમ્પના ડિઝલ પેટે 5.32 લાખ ખર્ચ્યા

માંડવીમાં સપ્તાહ સુધી અવિરત વરસેલા વરસાદથી 30 ઇંચ જેટલું પાણી પડ્યું હતું. અનરાધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં તેને ઉલેચવા માટે 7 ડીવોટરિંગ પમ્પ 7 દિવસ માટે 24 કલાક કાર્યરત રહ્યા હતા. પાલિકાને પમ્પમાં ડિઝલ ભરાવવા 5.32 લાખનો ખર્ચ થયો હતો.સુધરાઇના ત્રણ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કંડલા પોર્ટ, અદાણી અને જીએમડીસીના મળીને 7 ડીવોટરિંગ પમ્પ શહેરના સાત વિસ્તારમાં કામે લગાવાયા હતા.

રામેશ્વર ઝૂંપડપટ્ટી, ભૂકંપનગર, શિશુ મંદિર, ભાટિયા મહાજનવાડી, ગીતા મંદિર અને બાબાવાડી સહિતના વિસ્તારોમાંથી 24 કલાક પાણી ઉલેચવાની કામગીરી આદરાઇ હતી. તેની સાથે ફાયર ટેન્ડર પણ કામે લાગ્યા હતા. પમ્પ ચલાવવા માટે એક દિવસમાં 900 લિટર જેટલા ડિઝલની ખપત રહી હતી જેને લઇને 7 દિવસમાં ડિઝલ પેટે 5.32 લાખ જેટલો ખર્ચ પાલિકાએ કર્યો હતો.

ભુજથી થ્રી ફેઝનો પમ્પ આવ્યો હતો પણ ચાલુ વરસાદે થ્રીફેઝની વ્યવસ્થા ન થતાં પરત મોકલાયો હતો. જમ્બો ડીવોટરિંગ પમ્પથી એક મિનિટમાં 800થી 4 હજાર લિટર પાણી ઉલેચાયું હતું. આમ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણી ખાલી કરી દેવાતાં સ્થિતિ પૂર્વવત થઇ હતી. લોકોએ સુધરાઇની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...