7 ભેંસોને કાળ ભરખી ગયો:ભૂજ ખાવડા માર્ગ પરના લોરીયા નજીક ડંપર ટ્રેલર તળે 7 ભેંસોના મોત, માલધારીને રૂ. 4 લાખનું નુકશાન

કચ્છ (ભુજ )એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં બેફામ ચાલતા વાહનોના કારણે માર્ગ અકસ્માતની ઘટનાઓ આવીરત બનતી રહે છે. બે દિવસ પૂર્વે સુરજબારી બ્રિજ નજીક એસટી બસે ઘેટાં બકરાના ધણને હડફેટે લઈ 135 જેટલા અબોલ જીવોને કચડી નાખ્યા હતા. તો આજે ભુજના ખાવડા માર્ગ પર પુરઝડપે જતું એક ટ્રેલર આગળ જતાં ભેંસના ધણ ઉપર ફરી વળતા 7 જેટલી કિંમતી ભેંસના ઘટનાસ્થળેજ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. ઘટનાના કારણે શ્રમજીવી માલધારી પરિવારને આર્થિક નુકશાની પહોંચી છે અને અંદાજિત રૂ. 4 થી 5 લાખની નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. જોકે ટ્રેલર તળે અમુક ભેંસ ફસાઈ જતા હાલ વાહન રસ્તા પર ઉભું રાખી દેવામાં આવ્યું છે. માલધારી દ્વારા પોલીસ ફરિયાદ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

માલધારીને રૂ. 4થી 5 લાખની નુકશાની પહોંચી
ભુજથી 20 કિલોમીટર દૂર ખાવડા માર્ગ પરના લોરીયા નજીક આજે મંગળવાર સવારે 9 વાગ્યાની આસપાસ આગળ જતાં ભેંસના ઘણ ઉપર ફરી વળ્યું હતું. જેમાં 7 જેટલી ભેંસના ઘટનાસ્થળેજ અરેરાટી ભર્યા મોત નીપજ્યાં હતા જ્યારે બેથી ત્રણ ભેંસને ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે ઘડીભર માટે ટ્રાફિક પણ અવરોધાયો હતો. જોકે આ ઘટનામાં સદભાગ્યે માલધારીનો આબાદ બચાવ થયો છે પરંતુ ભેંસના મોત થતા ભારે આર્થિક નુકશાની પહોંચી છે. હાલ પોલીસ ફરિયાદની વાતચીત ચાલુમાં હોવાનું પ્રવાસી સતાજી સમાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...