મધ્યમ કક્ષાના સાત ડેમ છલકાયા:એક જ દિવસમાં 69 મિલિયન ક્યુબિક મીટર પાણીની આવક થઇ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જંગડિયા - Divya Bhaskar
જંગડિયા
  • ટકાવારીની દ્રષ્ટિએ રાજ્યમાં સૌથી વધારે આપણા જિલ્લાના ડેમોમાં પાણી
  • બે દિવસ પહેલા 20 ડેમોમાં 19 ટકા પાણી હતું જે વધીને 47 ટકાએ પહોંચ્યું

કચ્છમાં જૂનમાં સામાન્ય વરસાદ પડ્યા બાદ જૂલાઇમાં અનાધાર વરસાદ થયો છે. છેલ્લા 10 દિવસથી કચ્છમાં વસરાદ પડી રહ્યો છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી પડેલા ધોધમાર વરસાદના કારણે કચ્છના મધ્યમકક્ષાના સાત ડેમ અોવરફ્લો થઇ ગયા છે. જૂલાઇના પ્રથમ 10 દિવસમાં જ કચ્છના મધ્યમ કક્ષાના 20 ડેમોમાં હવે 47.51 ટકા પાણી સંગ્રહિત છે. ટકાવારાની હિસાબે કચ્છના ડેમોમાં સાૈથી વધારે પાણી છે.

ગોધાતડ
ગોધાતડ

અા અંગે મળતી વિગતો મુબજ હજુ 6 જૂલાઇના કચ્છના 20 ડેમોમાં 332 મિલિયન ક્યુબિક મિટર પાણીની ક્ષમતા સામે માત્ર 66 મિલિયન ક્યુબિક મિટર પાણી હતું. અેટલેકે માત્ર 19 ટકા પાણી કચ્છના ડેમોમાં સંગ્રહિત હતું. પરંતુ ત્યારબાદ વરસાદના પગલે ડેમોમાં જોરદાર પાણીની અાવક શરૂ થઇ હતી. 7 જૂલાઇના જ કચ્છના ડેમોમાં પાણી 66 અેમસીઅેમથી વધી 88.88 અેમસીઅેમ પહોંચી ગયું હતું. અેટલે કે અેક જ દિવસમાં 22.88 અેમસીઅેમ પાણી અાવી ગયું હતું.

બેરાચિયા
બેરાચિયા

ત્યારબાદ 8મી જૂલાઇ સુધી કચ્છના ડેમોમાં પાણીનું સંગ્રહ વધીને 157 અેમસીઅેમ થઇ ગયુ હતું ! અેટલે કે અેક જ દિવસમાં અંદાજે 69 અેમસીઅેમ પાણીની અાવક થઇ હતી. તા. 9મી જૂલાઇ સુધી કચ્છના ડેમોમાં 47.51 ટકા પાણી સંગ્રહિત થઇ ગયું છે. ટકાવારીની દ્રષ્ટીઅે રાજ્યમાં સાૈથી વધારે પાણી કચ્છના ડેમોમાં હવે સંગ્રહિત છે.

કંકાવટી
કંકાવટી

કચ્છના 20 મધ્યમકક્ષાના ડેમોમાંથી સાનધ્રો, ગોધાતડ, જંગડિયા, મીઠી, બેરાચીયા, કંકાવટી અને ડોણ ડેમ અોવર ફ્લો થઇ ગયા છે. ફતેગઢ ડેમ 22 ટકા, સુવઇ ડેમ 35 ટકા, કાયલા 25 ટકા, નિરોણા 50 ટકા, ભુખી 24 ટકા, મથલ 51 ટકા, ગજણસર 40 ટકા, નરા 23 ટકા, ગજોડ 15 ટકા, કાલાઘોઘા 77 ટકા, ટપ્પર 70 ટકા ભરાયેલો છે. જ્યારે કાસવતી ડેમમાં માત્ર 0.56 ટકા પાણી છે. અને જિલ્લાનો સાૈથી મોટો રૂદ્રમાતા ડેમ માત્ર 2.39 ટકા ભરાયેલો છે.

માંડવીનો નાની સિંચાઇનો વેંગડી ડેમ ઓગની જતાં ખેડૂતો ખુશ: કાલે મેઘલાડુ
માંડવી તાલુકાના પદમપુર,બાયઠ, જનકપુર જેવા ગામોમાંથી આશીર્વાદરૂપ વેંગડી ડેમ ઓગની જતા ખેડૂતો ખુશખુશાલ છે અને સોમવારે મેઘલાડુ બનાવી પ્રસાદ સધુરાઇ તળાવ અને વેંગડી ડેમમાં
પધરાવવામાં આવશે.

તાલુકા મુજબ ડેમોની સ્થિતિ

તાલુકોકુલ ડેમઅંશત: ભરાયેલાઓવરફ્લો
ભુજ35170
માંડવી21147
મુન્દ્રા1170
નખત્રાણા16610
અબડાસા24519
અંજાર1240
ભચાઉ1850
રાપર1620

વાદળ વરસે તો ભરાવવાની શક્યતા

તાલુકોડેમનું નામટકાવારી
માંડવીફરાદી90.30 ટકા
માંડવીમમાયમોરા92.47 ટકા
લખપતફુલરા91.58 ટકા
લખપતકોરિયાણી96.83 ટકા
અંજારદેવળિયા90.58 ટકા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...