વિલંબ:6500 લોકોને લાયસન્સ ન મળ્યા, ચેકિંગ વખતે થાય છે કનડગત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લર્નિંગમાં પાસ થાય, સ્માર્ટ કાર્ડના અભાવે થાય છે વિલંબ

લાયસન્સ બનાવવા માટેના સ્માર્ટકાર્ડની અછતનો મુદ્દો અવારનવાર ભુજ આરટીઓમાં સામે આવે છે તેમાં પણ હાલની વરસાદી સીઝનમાં આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટટ્રેક પણ બંધ થઈ ગયો છે આવા સમયે જે અરજદારોએ કાચા લાયસન્સમાંથી પાકા લાયસન્સ બનાવવા માટે અરજી કરી છે તેવા 6500 જેટલા લોકોને લાયસન્સ ન મળ્યા હોવાની માહિતી સામે આવી છે.

રાજ્ય સરકારે કરેલી નવી વ્યવસ્થાના લીધે વાહનના પાકાં ડ્રાઇવિંગ લાઇસન્સધારકોને આધારકાર્ડ બેઝ્ડ રિન્યુ, ડુપ્લિકેટ કરાવવા ઉપરાંત નામ-સરનામું બદલવા માટે અરજી કરે તો આરટીઓમાં આવવાની જરૂર રહેતી નથી. આવા અરજદારો આરટીઓમાં ઓનલાઇન અરજી તો કરે છે. પરંતુ અરજી કર્યા પછી અરજદારોને ઓછામાં ઓછા એક મહિનાથી લઇ ચાર મહિના સુધી પાકાં લાઇસન્સ જ મળતાં નથી. છેલ્લા દોઢ વર્ષથી લાઇસન્સ તૈયાર કરતી કંપનીની નબળી કામગીરીના લીધે અરજદારો પરેશાન થઇ ગયા છે.

રાજ્યની આરટીઓમાં 1,57,650 વાહનના પાકાં લાઇસન્સ ડિસ્પેચ થયા વગર પેન્ડિંગ છે.જેમાં ભુજ આરટીઓમાં 6500 જેટલી અરજીઓ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે.જેના લીધે લોકોને ટ્રાફિક પોલીસની કનડગતથી લઇ અકસ્માતમાં વાહન ઇન્સ્યોરન્સનો ઉપયોગ કરવો હોય તો ઘણી સમસ્યાઓ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...