અંજારમાં પાલિકાને ફાળવાયેલી 6.25 કરોડની જુદી જુદી ગ્રાન્ટમાંથી થનારા વિકાસ કામોનું પૂર્વ રાજ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. 25 લાખના ખર્ચે નવા અંજાર ચકરાવા ગાર્ડનની કમ્પાઉન્ડ વોલનું રીનોવેશન તથા ગાર્ડન બ્યુટીફીકેશન, 2.50 કરોડના ખર્ચે જુદા જુદા વિસ્તારમાં બોક્સ ડ્રેઇન, સવાસર નાકા તળાવના ઓગનથી સિદ્ધેશ્વર તળાવ સુધી વરસાદી પાણીના નિકાલ માટે આરસીસી પાઈપ લાઈન નાખવાના કામનું ખાતમૂહૂર્ત પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય વાસણભાઇ આહીરના હસ્તે તથા નગરપાલિકાના અધ્યક્ષા લીલાવંતીબેન ડી. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયું હતું.
આ તકે યોજાયેલા સમારોહમાં ધારાસભ્યે જણાવ્યું હતું કે, વિકાસ કામોથી અંજારની શોભામાં વધારો થશે. શહેર ભાજપના પ્રમુખ ડેની આર. શાહ અને જિલ્લા ભાજપ મંત્રી વસંત કોડરાણીએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. મહંત ત્રિકમદાસજી મહારાજ, મહંત કીર્તિદાસજી મહારાજએ આશિર્વચન આપ્યા હતા. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભરત શાહ, દિલીપ શાહ, કૌશલ્યાબેન માધાપરિયા, ગોવિંદભાઈ કોઠારી, નગરપાલિકાના ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા ,કારોબારી ચેરમેન વિજય પલણ, શાસક પક્ષના નેતા સુરેશ ટાંક, અશ્વિન સોરઠીયા તેમજ અનિલ પંડ્યા, કેશવજી સોરઠીયા સહિત વિવિધ વોર્ડના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર જીગર પટેલના માર્ગદર્શન હેઠળ ખીમજી સિંધવ, પ્રવીણ કેરાઈ, બિંન્દુલ અંતાણી, ક્રિપાલસિંહ ઝાલા, ગુંજન પંડ્યા વગેરે કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.