બેઠક:નેકની મંજૂરી મળે એ માટે ખાલી પડેલી 8 પૈકી 6 જગ્યા મંજુર કરવામાં આવી : ડો.નીમાબેન આચાર્ય

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હંગામી સ્ટાફની નિમણૂક માટેની દરખાસ્તને મંજૂરી અપાઈ
  • જિલ્લાને ગુણવતાયુક્ત શિક્ષણ મળે એ માટે અધ્યક્ષાએ યોજી તાકીદની બેઠક

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ કચ્છ યુનિવર્સિટીના વિવિધ પ્રશ્નો અંગે સચિવ એસ.જે. હૈદર અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નર નાગરાજન સાથે સંયુકત બેઠક કરી પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરી હતી.જેમાં ખાસ કરીને યુનિવર્સિટીમાં ફરજ બજાવતા બિન શૈક્ષણિક કર્મચારીઓને પુરો પગાર આપવામાં આવે,કચ્છ યુનિવર્સિટીની 12 શૈક્ષણિક જગ્યાઓ પૈકી 4 જગ્યાઓ મંજુર થયેલી છે અને 8 જગ્યાઓ ભરવાની બાકી છે.

યુનિવર્સિટીની 12 જગ્યાઓ મંજૂર ના થાય તો નેકની મંજૂરી મળી શકે નહીં. જે 8 પૈકી 6 જગ્યા મંજૂર કરવામાં આવી છે અને બાકીની 2 જગ્યાની ભરતી પ્રક્રિયા ચાલુમાં છે, જે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.એક્ષર્ટનલ કોર્ષ શરૂ કરવાની પરવાનગી આપવા બાબતે ભારત સરકાર સાથે પત્રવ્યવહાર કરીને કોર્ષની મંજૂરી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જેનાથી આશરે કચ્છના 4 થી 5 હજાર વિદ્યાર્થીઓને લાભ થશે. આ સિવાય હંગામી સ્ટાફની નિમણૂંકની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

પ્રતિનિયુક્તિના ધોરણે ચીફ એકાઉન્ટન્ટ આપવા સચિવ દ્વારા જરૂરી બાંયધરી આપવામાં આવી છે.બિન શૈક્ષણિક સ્ટાફને સમાવવા અંગે નાણાં વિભાગના સંકલનમાં રહી જરૂરી બેઠક કરી દરખાસ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આ પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે બેઠકમાં ચર્ચા થઇ હતી અને કચ્છને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવીને એજયુકેશન હબ બનાવવાની દિશામાં પ્રયત્નશીલ થવા અધિકારી સંવર્ગને અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...