વિધાનસભાસામાન્ય ચૂંટણી:55માંથી 6 અપક્ષ મળી 11 મુરતિયાએ ખર્ચ જાહેર ન કરતાં કારણદર્શક નોટિસ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાયદાકીય કાર્યવાહી શું કામ ન કરવી તેનો ખુલાસો 2 દિવસમાં કરવા ચૂટણી અધિકારીની તાકીદ
  • 14મી વિધાનસભાના હરીફ ઉમેદવાર માટે 40 લાખ સુધીની છે ખર્ચની મર્યાદા

વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને કચ્છની 6 બેઠકો પર 19 અપક્ષ સહિત 55 ઉમેદવારો મેદાને છે અને દરેક ઉમેદવારોઅે ચૂંટણી ખર્ચ જાહેર કરવાનો રહે છે પ્રથમ ખર્ચ જાહેર થયા બાદ 6 અપક્ષ સહિત 11 ઉમેદવારોઅે હિસાબ ન અાપતાં સંબંધિત ચૂંટણી અધિકારી તે પ્રાંત અધિકારી દ્વારા કારણદર્શક નોટિસ પાઠવાઇ છે.વિધાનસભાની ચૂંટણીમાં ઉભેલા હરીફ ઉમેદવારોઅે રોજેરોજ કરેલા ખર્ચની િવગત સમયાંતરે જાહેર કરવાની રહે છે અને ખર્ચ અંગેના હિસાબો નિયત નમૂનામાં રાખવા, નિભાવવાના રહે છે તેમજ તે સંબંધિત અોબ્ઝર્વર સમક્ષ રજૂ કરવાના હોય છે.

તા.21-11ના અત્યાર સુધી કરેલા ખર્ચની વિગત હરીફ ઉમેદવારોઅે જાહેર કરવાની હતી, જે અંગે તંત્ર દ્વારા સંબંધિત ઉમેદવારોને અગાઉથી જાણ પણ કરી દેવાઇ હતી તેમ છતાં 6 અપક્ષ સહિત 11 ઉમેદવારોઅે ખર્ચના હિસાબો ન અાપતાં કારણદર્શક નોટિસ અપાઇ છે. સાૈથી વધુ રાપર બેઠકના 5 ઉમેદવારોમાં અંબા પરાવંત પટેલ-અાપ, અપક્ષમાં નવીનચંદ્ર મનજી જોષરફાળ, રાજેશ બાબુભાઇ દુદાસણા, તેજાભાઇ ગેલાભાઇ વાણિયા અને સૈયદ હાસમશા ઉમરશા, અબડાસામાં પ્રજા વિજય પક્ષના કરશનજી દાનસંગજી જાડેજા, સમાજવાદી પાર્ટીના જગદીશચંદ્ર કાકુલાલ જોષી, અપક્ષ ઉમેદવાર સુરેશ મનજી મંગે (ભાનુશાલી), ભુજમાં અોલ ઇન્ડિયા મજલીસ-અે-ઇત્તેહાદુલ મુસલમીન પક્ષના શકીલ મહમદ સમા, અંજાર બેઠકના અપક્ષ ઉમેદવાર રમેશ જખરાભાઇ કોડેચા, ગાંધીધામ બેઠકના બહુજન સમાજ પાર્ટીના કાળુભાઇ ડુંગરભાઇ માૈર્યને સંબંધિત ચૂંટણી અધિકારી-પ્રાંત અધિકારી દ્વારા કારણદર્શક નોટિસ અપાઇ છે.

નોટિસમાં જણાવ્યા મુજબ ચૂંટણી અંગેના ખર્ચ સમયસર અોબ્ઝર્વર સમક્ષ ન રજૂ કરવા બદલ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ કાર્યવાહી શા માટે ન કરવી તેનો ખુલાસો કરશો, અન્યથા અાગળની કાર્યવાહી હાથ ધરાશે. હવે પછી તા.24-11ના અચૂક હાજર રહી ચૂંટણી ખર્ચ અંગેના હિસાબો અેકાઉન્ટીંગ ટીમ મદદનીશ ખર્ચ અોબ્ઝર્વર સમક્ષ રજૂ કરશો, નહિંતર કાર્યવાહ કરાશે, તેવી તાકીદ કરાઇ છે.

ત્રણ તબક્કામાં અેક-અેક રૂપિયાનો અાપવો પડશે હિસાબ
વિધાનસભાની ચૂંટણીના હરીફ ઉમેદવારોઅે ત્રણ તબક્કામાં ચૂંટણી ખર્ચનો હિસાબ અોબ્ઝર્વર સમક્ષ અાપવાનો છે, જેમાં પ્રથમ તબક્કામાં 55થી 44 ઉમેદવારોઅે ખર્ચનો હિસાબ અાપ્યો હતો અને ન અાપનારાને નોટિસ અપાઇ છે. હવે પછી તા.24-11ના બીજા તબક્કાનો અને તા.28-11ના ત્રીજા તબક્કાનો હિસાબ રજૂ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...