શહેરમાં મુન્દ્રા રોડ પર રિલાયન્સ મોલની સામે આવેલા ફૂડઝોનની પાછળ લીમડાના ઝાડ નીચે બેસીને આંકડાનો જુગાર રમીને નસીબ અજમાવતા 6 શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.આરોપીઓ પાસેથી 10 હજારની રોકડ સહિત 25 હજારની મતા કબ્જે કરવામાં આવી છે.એ ડિવિઝન પોલીસ દ્વારા આ રેડ પાડવામાં આવી હતી.
ખેલીઓમાં રઘુવંશીનગરમાં રહેતા દિપક ઓમપ્રકાશ પંડિત,પ્રમુખસ્વામીનગર ગેટ નંબર 2 પાસે રહેતા વિશાલ પ્રભુલાલ ઠક્કર,રઘુવંશીનગરના દેવ સંદીપભાઈ ઠક્કર,રામકૃષ્ણ કોલોનીમાં રહેતા મોહન ચંદ્રકાંત રાવલ,સંજોગનગરના લિયાક્ત અનવરભાઈ મલેક અને માધાપર જલારામ સોસાયટીમાં રહેતા વિજયભાઈ મોતીગર ગોસ્વામીનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.