મંગળવારથી જેઠ મહિનાના સુદ પક્ષની શરૂઆત થઈ ગઈ છે. આ 15 દિવસોમાં હિંદુ ધર્મના મોટા વ્રત-ઉપવાસ અને પર્વ આવી રહ્યાં છે. જેનું ખુબ મોટું મહત્ત્વ રહેલું છે.આ દિવસોમાં ગંગા દશેરા, નિર્જળા એકાદશી, ગાયત્રી જયંતી અને પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવશે.
આ બધાં પર્વમાં ગંગા સ્નાનનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. ભવિષ્ય પુરાણ પ્રમાણે, જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. ગ્રંથો પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષમાં જળ દાન કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે. આ પખવાડિયામાં 11 જૂન અને શનિવારના રોજ નિર્જળા એકદાશી વ્રત આવી રહ્યું છે, જેનાથી વર્ષભરની પચ્ચીસ એકાદશીનું ફળ મેળવી શકાય છે.
14 જૂન સુધી આવતા મોટા તિથિ અને તહેવાર
8 જૂન, બુધવાર- મહાવિદ્યા ઘૂમાવતી પ્રાકટ્યોત્સવ
દેવી ઘૂમાવતી માતા દુર્ગાની દસ મહાવિદ્યાઓમાંની એક છે. થોડાં ગ્રંથોમાં તેમને લક્ષ્મીજીની બહેન પણ કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે.
9 જૂન, ગુરુવાર- મહેશ નોમ
વૈશાખ મહિનાની નોમને મહેશ નોમ કે મહેશ જયંતી ઉત્સવ માહેશ્વરી સમાજ દ્વારા ઊજવવામાં આવે છે. આ પર્વ ભગવાન શિવ અને પાર્વતીની આરાધનાનો દિવસ છે. માન્યતા છે કે, જેઠ મહિનાના સુદ પક્ષના નવમા દિવસે ભગવાન શંકરની કૃપાથી માહેશ્વરી સમાજની ઉત્પત્તિ થઈ હતી.
10 જૂન, શુક્રવાર- ગંગા દશેરા
જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિએ સ્વર્ગથી ગંગાજીનું પૃથ્વી પર આગમન થયું એટલે ગંગા દશેરા પર્વ ઉજવાય છે. ગંગા સ્નાન કરીને દૂધ, પતાશા, જળ, નાડાછડી, નારિયેળ, ધૂપ, દીપથી પૂજન કરીને દાન આપવું જોઈએ.
11 જૂન, શનિવાર- નિર્જળા એકાદશી વ્રત
નિર્જળા એટલે આ વ્રતમાં ઉપવાસ સાથે નિર્જળ રહેવાનું હોય છે. એવી ધાર્મિક માન્યતા છે કે કોઈપણ વ્યક્તિ માત્ર નિર્જળા એકાદશીનું વ્રત કરે તો વર્ષભરની પચ્ચીસ એકાદશીનું ફળ મેળવી શકે છે.
12 જૂન, રવિવાર- પ્રદોષ વ્રત
સુખી લગ્નજીવન માટે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ વ્રતના પ્રભાવથી જીવનના કષ્ટ દૂર થઈ જાય છે.
14 જૂન, મંગળવાર- જેઠ પૂનમ, સંત કબીર જયંતી
સ્કંદ અને ભવિષ્યોત્તર પુરાણ પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષની પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત કરવાનું વિધાન છે. આ વ્રત પતિની લાંબી ઉંમર માટે કરવામાં આવે છે. જેઠ મહિનાની પૂનમના દિવસે ગંગા સ્નાનનું પણ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.