14મી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કચ્છની 6 બેઠકો પર 19 અપક્ષ સહિત 55 ઉમેદવારોઅે ઝંપલાવ્યું હતું, જેમણે હવે ચૂંટણીમાં કરેલા ખર્ચનો અાખરી હિસાબ અાપવાનો રહેશે. વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેલા હરીફ ઉમેદવારોઅે નિયમ મુજબ પરિણામ જાહેર થયાના 30 દિવસની અંદર શરૂઅાતથી લઇને મતદાન પૂર્ણ થયા સુધી કરેલા ખર્ચનો અેક-અેક રૂપિયાનો હિસાબ અાપવાનો હોય છે. ચૂંટણી જંગમાં ઝંપલાવનારા 19 અપક્ષ સહિત 55 ઉમેદવારોઅે ફોર્મ ભર્યા બાદ તા.21-11, તા.24-11 અને તા.28-11 અેમ ત્રણ તબક્કામાં ચૂંટણી ખર્ચનો હિસાબ અાપ્યો હતો.
અા સમયગાળા દરમ્યાન જિલ્લાના મુખ્ય પક્ષોના કુલ ઉમેદવારોઅે કરેલા ખર્ચનો અાંકડો જ કરોડોમાં જાય છે. જો કે, ત્રણ તબક્કામાં સંબંધિત રિટર્નિંગ અોફિસરો સમક્ષ હિસાબો અાપ્યા બાદ હવે ફોર્મ ભરવા માટે અાપેલી ડિપોઝિટની રકમ સહિત શરૂઅાતથી કરેલા ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવાનો રહેશે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોઅે કરેલા ખર્ચનો અાખરી હિસાબ ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરવાનો હોય છે
ત્યારે ચૂંટણીનું પરિણામ તા.8-12, ગુરૂવારના જાહેર થઇ જતાં હવે 30 દિવસમાં 19 અપક્ષ સહિત 55 ઉમેદવારોઅે અંિતમ િહસાબ સંબંધિત રિટર્નિંગ અોફિસર સમક્ષ અોબ્ઝર્વરની હાજરીમાં રજૂ કરવાનો રહેશે, જે હિસાબો ચૂંટણીપંચને મોકલવામાં અાવશે. અત્રે અે નોંધનીય છે કે, પ્રથમ ત્રણ તબક્કામાં જાહેર કરાયેલા હિસાબ દરમ્યાન જે ઉમેદવારોઅે ખર્ચનો હિસાબ અાપ્યો ન હતો તેવા ઉમેદવારોને અાર.અો. દ્વારા કારણદર્શક નોટિસો પણ ફટકારાઇ હતી ત્યારે અા અંતિમ હિસાબ અચૂક અાપવાનો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.