હિસાબી વર્ષ 2022-23ના વર્ષમાં કચ્છની 52 બેન્કોમાંથી 5,66,598 ગ્રાહકોઅે 24,043.29 કરોડની લોન લીધી હતી. કૃષિ, શિક્ષણ, મકાન સહિત અગ્રતાક્રમના ક્ષેત્રમાં 15,314.96 કરોડ, બિન અગ્રતાક્રમના ક્ષેત્રમાં 8,728.32 કરોડનું ધિરાણ બેન્કો દ્વારા અાપવામાં અાવ્યું હતું.લીડ બેન્કના મેનેજર મહેશ દાસે વિગતો અાપતા જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23ના વર્ષમાં જિલ્લાના 98,620 ખેડૂતોઅે 3,073.17 કરોડની લોન લીધી હતી.
જયારે 31,848 ગ્રાહકોઅે 694.3 કરોડનું ધિરાણ લીધું હતું. કૃષિ સંબંધિત પ્રવૃત્તિ માટે 21,090 ખેડૂતોઅે 353.76 કરોડ, કૃષિ વિષયક સંસાધનો ઉભા કરવા માટે 161 ખેડૂતે 75.35 કરોડ, અાનુષાંગિક સેવાઅો માટે 1598 ગ્રાહકોઅે 475.36 કરોડની લોન લીધી હતી.વિવિધ ક્ષેત્રોવાર અપાયેલી લોન પૈકી અગ્રતા વાળા ક્ષેત્રોની વાત કરીઅે તો ખેતી વિષયક કુલ ધિરાણમાં 1,32,227 ખેડૂતોને 4,318.17 કરોડ, સુક્ષ્મ સાહસોમાં 34,368 ખાતેદારોને 3127.58 કરોડ, નાના સાહસોમાં 10,525 ખાતેદારોને 3276.81 કરોડ, મધ્યમ સાહસોમાં 4997 ખાતેદારોને 1852.52 કરોડ, ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગોના 526 ખાતેદારોને 11.16 કરોડ, અેમ.અેસ.અેમ.ઇ.અેસ ક્ષેત્રના 50,470 લોકોને 8,292.13 કરોડ, નિકાસ ક્રેડિટમાં 1 ખાતેદારને 0.82 કરોડ, 959 છાત્રોને 40.15 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મકાન બનાવવા માટે 32,583 લોકોને 2581.37 કરોડ, રિન્યૂઅેબલ અેનર્જી માટે 12 ખાતેદારોને 5.06 કરોડ, અન્ય ક્ષેત્રોમાં 30016 ખાતેદારોને 77.25 કરોડ મળી અગ્રતાક્રમના ક્ષેત્રોમાં 2,46,269 ખાતેદારોને 15314.96 કરોડની લોન અપાઇ હતી. તે જ રીતે બિન અગ્રતાક્રમના ક્ષેત્રોની વાત કરીઅે 73 ખેડૂતોને 5.33 કરોડ, 89 છાત્રોને 16.58 કરોડ, ઘર બનાવવા માટે 10,180 લોકોને 1536.31 કરોડ, વ્યક્તિગત લોનની વાત કરીઅે તો 65530 લોકોને 968.06 કરોડ તેમજ અન્ય ક્ષેત્રમાં 244457 લોકોને 6202.04 કરોડની લોન અપાઇ હતી. વર્ષ દરમ્યાન અગ્રતાક્રમના અને બિનઅગ્રતાક્રમના વિવિધ ક્ષેત્રોમાં કચ્છની સરકારી, સહકારી અને ખાનગી બેન્કોઅે 5,66,598 ગ્રાહકોને 24043.29 કરોડનું ધિરાણ અાપ્યું હતું.
જિલ્લાના અાર્થિક રીતે નબળા લોકોને 3091.93 કરોડની આર્થિક મદદ
લીડ બેન્કના મેનેજર મહેશ દાસે જણાવ્યું હતું કે, જિલ્લાના અગ્રતાક્રમના ક્ષેત્રો પૈકી અાર્થિક રીતે નબળા 1,37,479 લોકોને બેન્કો દ્વારા 3091.93 કરોડનું ધિરાણ જિલ્લાની બેંકો દ્વારા આપવામાંઆવ્યું હતું.
વર્ષ 2023-24માં રૂ.93,748 કરોડની લોન અાપવાનો ક્રેડિટ પ્લાન સમિતિનો લક્ષ્યાંક
ક્રેડિટ પ્લાન સમિતિઅે સરકારની તમામ યોજના, કૃષિ ક્ષેત્ર, નાના-મોટા ઉદ્યોગોને લોન, વિદેશ નિકાસ માટેની લોન, શિક્ષણ લોન, મિલકત ખરીદી માટેની લોન સહિત અગ્રતાક્રમના અને બિનઅગ્રતાક્રમના ક્ષેત્રમાંનાણાકીય વર્ષ 2023-24ના વર્ષમાં 93,748 કરોડની લોન અાપવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે.
2020 અને 2021માં અપાયેલું ધિરાણ
સતાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બેન્કો દ્વારા જિલ્લાના વિવિધ ક્ષેત્રના ગ્રાહકોને વર્ષ 2020માં 16,21,674 લાખ અને 2021ના વર્ષમાં 18,03,706 લાખનું ધિરાણ અાપવામાં અાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.