અબડાસાના રાયધણઝર સીમમાં માલિકીની જમીનમાં રાખેલ ગેરકાયદેસર બેન્ટોનાઈટનો રૂપિયા 4.97 લાખની જથ્થો કોઠારા પોલીસે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કોઠારા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો એ દરમિયાન મળેલ બાતમીને આધારે રાયધણઝર ગામની સીમમાં આવેલા સર્વે નંબર 167 વાડી જમીનમાં રાખેલ રૂપિયા 4,97,312 ની કિમતનો 934.092 મેટ્રિક ટન બેન્ટોનાઈટનો ગેરકાયદેસર રાખેલ જથ્થો પકડી લીધો હતો.
રાયધણઝર ગામના ઈશાક હસણ હાલેપોત્રાની માલિકીની જમીનમાં ગેરકાયદેસર રાખેલ બેન્ટોનાઈટનો જથ્થો મળી આવતા કોઠારા પોલીસે ખાણખનીજ વિભાગને જાણ કરતા આગળની કાર્યવાહી ખાણખનીજ વિભાગ દ્વારા કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે રાયધણઝરની સીમમાં ગેરકાયદેસર બેન્ટોનાઈટ ખનીજનું ખનન અગાઉ પણ સામે આવ્યું છે.ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા ખનીજ ચોરી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.