બેઠક:જિલ્લા પંચાયતનું 48.29 કરોડની પુરાંતવાળું બજેટ

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષે હંમેશ મુજબ પ્રશ્નોતરીમાં શાસક પક્ષને ભીડ્યા ’ને શાસક પક્ષે લૂલો બચાવ કર્યો
  • 84.29 કરોડના અંદાજપત્રમાં 42 કરોડની આવક સામે 36 કરોડ રૂપિયા જ ખર્ચ જશે

જિલ્લા પંચાયતનું હિસાબી વર્ષ 2023/24નું 84 કરોડ 29 લાખ 67 હજાર રૂપિયાનું બજેટ રજુ થયું હતું, જેમાં 42 કરોડ 40 હજારની આવક સામે 36 કરોડ 19 હજાર ખર્ચ બતાવાયો છે અને 48 કરોડ 29 લાખ 48 હજારની પુરાંત બતાવાઈ છે. જ્યારે 26 કરોડ 2 લાખ 59 હજાર સ્વભંડોળમાંથી, 4 કરોડ 97 લાખ 60 હજારની સ્ટેમ્પ ડ્યૂટીમાંથી, 5 કરોડની રેતી રોયલ્ટીમાંથી મળીને કુલ 36 કરોડ 19 હજારની જોગવાઈઅોની દરખાસ્ત કરવામાં આવી છે.

સામાન્ય સભાના અધ્યક્ષ સ્થાને પારૂલબેન કારા, સચિવ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા અને ઉપપ્રમુખ વણવીર રાજપુત મંચસ્થ રહ્યા હતા. વિપક્ષે હંમેશ મુજબ પ્રશ્નોત્તરીમાં શાસકપક્ષને ભીડ્યા હતા અને શાસક પક્ષે લૂલા બચાવ કર્યા હતા. પ્રમુખના અંગત મદદનીશ વિજય ગોરે વ્યવસ્થા સંભાળી હતી.

42.29 કરોડ ક્યાંથી અાવશે, ભારે વિસંગતતા
84 કરોડ 29 લાખ 67 હજારના બજેટમાં 42 કરોડ 40 હજાર અાવક બતાવાઈ છે. પરંતુ, બાકીના 42 કરોડ 29 લાખ 27 હજાર ક્યાંથી અાવશે અે સ્પષ્ટતા કરાઈ નથી. બીજી તરફ 2023ની 1લી અેપ્રિલે સુધારેલા અંદાજપત્રમાં ઉઘડતી સિલક 4 અબજ 40 કરોડ 12 લાખ 37 હજાર બતાવાઈ છે. અામ કેમ બની શકે અે પણ અેક પ્રશ્ન છે. તે પણ અંદાજિત! ટૂંકમાં અંદાજપત્રમાં સ્પષ્ટતા ન કરવાથી ભારે વિસંગતતાઅો જોવા મળી છે. સામાન્ય જ્ઞાન મુજબ ગત વર્ષમાં બંધ સિલક હોય નવા વર્ષમાં ઉઘડતી સિલક હોય. મતલબ રાત્રે સૂતી વખતે ખિસ્સામાં 10 રૂપિયા હોય તો બીજા દિવસે ઊંઘમાંથી ઉઠતી વખતે પણ ખિસ્સામાં 10 રૂપિયા હોવા જોઈઅે.

ગત વર્ષની 15માં નાણાપંચની મળેલી ગ્રાન્ટનો હિસાબ
ગત હિસાબી વર્ષ 2022/23માં 15માં નાણાપંચની કુલ 10 કરોડ 29 લાખ 34 હજાર 494 રૂપિયા ગ્રાન્ટ મળી છે, જેમાંથી કુલ 6 કરોડ 17 લાખ 60 હજાર 696 રૂપિયા ટાઈડ ગ્રાન્ટમાં પાણીના કામોની ગ્રાન્ટ 3 કરોડ 8 લાખ 80 હજાર 348 રૂપિયા અને સફાઈના કામોની 3 કરોડ 8 લાખ 80 હજાર 348 રૂપિયામાં વહેંચાયેલી છે. 2022ની 16મી જૂનની સામાન્ય સભામાં સમગ્ર જિલ્લાનું સર્વાંગી વિકાસલક્ષી અાયોજન કરી મંજુરી અાપવામાં અાવી હોવાનો દાવો કરાયો છે અને કુલ 147 વિકાસ કામોની વિકાસ કમિશનરે બહાલી અાપી હોવાનું પણ જણાવાયું હતું, જેમાંથી 6 કરોડ 17 લાખ 60 હજાર 696 રૂપિયાના 105 કામો ટાઈડ ગ્રાન્ટમાંથી અને 4 કરોડ 11 લાખ 73 હજાર 799 રૂપિયાના 42 કામો અન ટાઈડ ગ્રાન્ટમાંથી થયાનું બતાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...