ભુજ તાલુકા પંચાયતમાં શુક્રવારે સામાન્ય સભા મળી હતી, જેમાં હિસાબી વર્ષ 2023/24 માટે 47.44 કરોડ રૂપિયાની પુરાંતવાળુ અંદાજપત્ર અન્વેષણ માટે જિલ્લા પંચાયતમાં મોકલવા ઠરાવાયું હતું. ત્યારબાદ શાસક કે વિપક્ષના સદસ્યોના ખાસ કોઈ વાંધા વચકા વિના થોડીક મિનિટોમાં જ કાર્યવાહી સંપન્ન કરી સભા બરખાસ્ત કરવામાં અાવી હતી.
ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરીના અધ્યક્ષ સ્થાને અને ભુજ તાલુકા વિકાસ અધિકારી વજેસિંહ પરમારના સચિવ સ્થાને સામાન્ય સભા મળી હતી, જેમાં 2023ની 1લી અેપ્રિલે સંભવિત ઉઘડતી સિલક 12.91 ઉપરાંત હિસાબી વર્ષ 2023/24 દરમિયાન સંભવિત 12.10 કરોડ અાવક સામે 11.58 કરોડ રૂપિયા અંદાજિત ખર્ચ બતાવાયું હતું.
સામાન્ય સભામાં ઉપપ્રમુખ ડાયાભાઈ અાહિર, કારોબારી ચેરમેન જયનેશભાઈ વરૂ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સોનબાઈ મહેશ્વરી, શાસક પક્ષના નેતા મામદ યુસુફ જત, વિરોધપક્ષના નેતા અનિલભાઈ અાહિર, નાયબ હિસાબનીશ નિખિલભાઈ ગજ્જર, વિસ્તર અધિાકરી માવજીભાઈ પરમાર, કાૈશિકાબેન મજેઠિયા હાજર રહ્યા હતા.
વિવિધ જોગવાઈઅો પાછળ અંદાજિત ખર્ચ | |
ક્ષેત્ર | રકમ |
{ સામાન્ય વહીવટી | 60.52 લાખ |
{ બાંધકામ | 7.81 કરોડ |
{ શિક્ષણ | 3.75 લાખ |
{ અારોગ્ય | 13.25 લાખ |
{ ખેતીવાડી | 11.25 લાખ |
{ પશુપાલન | 1.15 લાખ |
{ અાંકડા | 0.15 હજાર |
{ સમાજ કલ્યાણ | 2.70 લાખ |
{ કુદરતી અાફત | 25.00 લાખ |
{ નાની સિંચાઈ | 1.50 લાખ |
{ પંચાયત અને વિકાસ | 2.65 લાખ |
{ સહકાર | 0.10 હજાર |
{ વર્ગ-4 અેડવાન્સ | 0.10 હજાર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.