મિલકત વેરો:પાલિકામાં 4619 અને ઓનલાઈન 500 કરદાતાએ 3.2 કરોડ ભર્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10થી 15 ટકા બાદનો લાભ લેવા 31 મે સુધી ધસારો રહ્યો
  • હવે 30 જૂન સુધી મિલકત વેરામાં​​​​​​​ 7થી 12 ટકા રાહત મળશે

ગુજરાત રાજ્ય સરકારે અાઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ નગરપાલિકામાં જે કરદાતાઅોનું અગાઉનું લેણું ભરપાઈ થઈ ગયું હોય અને નવા હિસાબી વર્ષ 2022/23ના બાકી વેરા મે મહિનાની 31મી તારીખ સુધી ભરી દે તો 10થી 15 ટકા રાહત અાપવાનું શરૂ કર્યું હતું, જેમાં ભુજ નગરપાલિકામાં 4619 અને અોન લાઈન 500 કરદાતાઅોઅે મળી કુલ 3 કરોડ 2 લાખ રૂપિયા ભરી દીધા છે. રાજ્ય સરકારે રાહતની મુદ્દતમાં વધારો કર્યો છે, જેમાં કરદાતા 30 જૂન સુધી સુધરાઈ મારફતે ભરે તો મિલકત વેરામાં 7 ટકા અને અોન લાઈન ભરે તો 12 ટકા બાદ અાપવામાં અાવશે.

નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું કે, મે મહિનામાં જે કરદાતાઅો રાહતનો લાભ લેવામાં રહી ગયા હોય અેમને હજુ જૂન માસમા મિલકત વેરામાં રાહત અાપવાની મુદ્દત વધરાઈ છે અને જૂનમાં જે કરદાતાઅો રહી જશે અેમને 1લી જૂલાઈથી 31મી જુલાઈ સુધી 5થી 10 ટકા રાહત અાપવામાં અાવશે. પરંતુ, રાહતની ટકાવારીમાં ઉત્તરોત્તર ઘટાડો થશે, જેથી વેળાસર લાભ લઈ વધુને વધુ રાહત મેળવવાની તક જડપી લેવા અનુરોધ છે.

કારોબારી ચેરમેન જગત વ્યાસે જણાવ્યું હતું કે, મિલકત વેરામાં લાભ લેવા જાગૃત નાગરિકોઅે રસ રુચિ બતાવ્યા છે અને માત્ર 2 માસમાં 3 કરોડ 32 લાખ 3 હજાર 757 રુપિયા ભરી દીધા છે, જેમાંથી 3 કરોડ 2 લાખ 33 હજાર 718 રૂપિયા જેટલી રકમ મિલકત વેરા પેટે ભરાઈ છે. ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, શાસક પક્ષના નેતા અશોક પટેલ, દંડક અનિલ છત્રાળા, ધીરને લાલન, મુખ્ય અધિકારી જીગર પટેલ, ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજા માર્ગદર્શન અાપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...