વાયરસ અંગે બેઠક:જિલ્લાના 548 ગામોમાં લમ્પીગ્રસ્ત 43731 પશુઓ સારવાર હેઠળ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 102 પાંજરાપોળ અને ગૌશાળામાં 5307 અસરગ્રસ્તને અલગ તારવાયા
  • મુખ્ય સચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં વાયરસ અંગે બેઠક યોજાઇ

લમ્પીથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાના 548 ગામોમાં 164981 પશુઓને રસીકરણ, કુલ 43731 પશુઓને સારવાર અપાઇ છે તેમજ જિલ્લાની 102 પાંજરાપોળ, ગૌશાળામાં 5307 અસરગ્રસ્ત તમામને સારવાર રસીકરણ કરાયું છે. જે માટે 26 આઈસોલેશન સેન્ટરમાં 754 પશુઓની સારવાર 58 મોબાઈલવાન સહિત 72 ટીમના કુલ 103 નિષ્ણાંત માનવબળ સારવારમાં છે. અેવું જિલ્લા વિકાસ અધિકારીએ રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.

રાજયના મુખ્ય સચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં શનિવારે કચ્છ જિલ્લામાં લમ્પી ચર્મરોગ વાયરસના સંક્રમણને ધ્યાને લઈ ભુજની કલેકટર કચેરીઅે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમારે હાઈટેક પધ્ધતિથી ઉપલબ્ધ સંશાધનો દ્વારા પારદર્શક સારવાર, કાળજી, રસીકરણ, આઈસોલેશન સેન્ટરના ઉપયોગ તેમજ અસરગ્રસ્ત પશુધન અને બિનઅસરગ્રસ્ત પશુઓમાં તેમજ સરહદી જિલ્લા વિસ્તારમાં પશુ રસીકરણ કરવા પર ભાર મુકતાં માર્ગદર્શક સૂચનો રજુ કરી સ્થાનિકેથી સતર્કતાની અમલવારીથી રોગ નિયંત્રણ લાવવા સૂચવ્યું હતું.

જિલ્લા કોંગ્રેસ દ્વારા સાચા આંકડા માટે સર્વે શરૂ

કચ્છ જિલ્લામાં જે પશુપાલકોની ગાયો - ગૌવંશો કે અન્ય પશુઓ લમ્પીરોગનાં સંક્રમણથી મૃત્યુ પામેલ હોય તે પશુપાલકો તથા ગૌશાળા / પાંજરાપોળ સંચાલકોએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજૂર્વેન્દ્રસિંહ જાડેજા મો . 9825226564, તાલુકા મથકોએ ચંદુભા એ . જાડેજા - મુન્દ્રા ( મો 9825397251 ) , ખેરાજ ગઢવી - માંડવી ( મો 9879029719 ) હરેશ આહિર - ભુજ (મો . 9979555562 ) કરશન રબારી - અંજાર (મો . 9913200899 ) અજિતસિંહ જાડેજા - અબડાસા (મો . 9979798600 ) રાજેશ આહિર - નખત્રાણા ( મો . 9825422715 ) અલીમામદ જત - લખપત ( મો . 9979713835 ) બળવંતસિંહ જાડેજા - ભચાઉ (મો . 9825091233 ) ભીખુભાઇ સોલંકી - રા ૫૨ (મો . 9879032468 ) હાજી ગનીભાઈ માંજોઠી - ગાંધીધામ (મો . 9825278947 ) ,કોંગ્રેસ કાર્યાલય ભુજ (મો.94291 70083,ધીરજ રૂપાણી)વગેરે તાલુકા કોંગ્રેસ પ્રમુખો પાસેથી તથા સ્થાનીક કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો પાસેથી ફોર્મ મેળવી તા .07 / 08 / 2022 સુધી પરત જમા કરાવવા અનુરોધ કરવામાં આવે તથા . ત્યારબાદ તાલુકા સ્તરેથી જિલ્લા તથા રાજ્યસ્તરે લડત ચલાવી ત્વરિત સહાય મંજુર થાય તે માટે કોંગ્રેસ પક્ષ સતત પશુપાલકો તથા ગૌશાળા / પાંજરાપોળોનાં હિતમાં આયોજનબદ્ધ અવાજ ઉઠાવશે એવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે .

5.34 લાખ ગૌ ધન બચાવ સાંસદ મેદાને
ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતું કે, કચ્છમાં 5 લાખ 34 હજાર ગૌ ધન છે. 1 લાખ 50 હજાર રસીકરણ થયું છે. હાલમાં 70 થી 72 તબીબી ટીમો – સ્વયંમ સેવકો ને સાથે લઈ રાઉન્ડ ધ ક્લોક સેવા આપે છે. રસીકરણ ઝડપી થાય માટે તબીબી ટીમો 70 થી વધારી 150 જેવી થાય. તે માટે પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવી છે.

3 હજાર વિદ્યાર્થીઓ રસીકરણમાં જોડાશે : કલેકટર
કલેકટર પ્રવિણા ડી.કે.એ ગાય પશુધનમાં રસીકરણમાં માનવબળ જરુરિયાત વ્યવસ્થા અંગે વાકેફ કરતા પશુપાલન નિયામક ડો.ફાલ્ગુની ઠાકરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા 3 હજાર પશુપાલન તબીબી અભ્યાસ કરેલાં અને ભણતાં વિધાર્થીઓને રસીકરણ કામે લગાડાશે.

પાલિકાના આઈસોલેશન સેન્ટર
પ્રાદેશિક નગરપાલિકાઓ રાજકોટના કમિશનર ડો.ધીમંત વ્યાસે 36 નગરપાલિકાઓ, રબારીવાસ વિસ્તારો, પાંજરાપોળો, ગૌશાળા અને અસરગ્રસ્ત વિસ્તારમાં ભરેલાં તકેદારીના પગલાં અને સારવારની વિગતો રજુ કરી હતી. નગરપાલિકાના આઈસોલેશન સેન્ટરની વિગતો રજુઆત કરાઈ હતી.

પંચાયત અને નગરપાલિકા સ્તરે કામગીરી
વહીવટી તંત્ર દ્વારા મૃત પશુદેહ નિકાલના પંચાયત સ્તરેથી કરવાની અમલવારી તેમજ રખડતા ઢોરની સારવાર બાબતે ગ્રામ પંચાયત તેમજ જવાબદાર માલિકને દંડની જોગવાઇ બાબતે ચર્ચા કરાઈ હતી. ગ્રામ્ય અને નગરપાલિકાઓમાં રોગ નિયંત્રણ દવા છંટકાવ, ફોગીંગ તેમજ સાવચેતીના પગલાં બાબતે પણ વિગતે ચર્ચા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...