14મી વિધાનસભાની સામાન્ય ચૂંટણીના કચ્છની 6 બેઠકોના પરિણામ જાહેર થયા બાદ નિયમ મુજબ જિલ્લાના 55માંથી 42 ઉમેદવારોને નિયત મતો ન મળતાં ડિપોઝિટની રકમ નહીં મળે. વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતી વખતે સામાન્ય ઉમેદવારે 10 હજાર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોઅે 5 હજારની ડિપોઝિટ ભરવાની હોય છે. કચ્છની 6 બેઠકો પર 19 અપક્ષ સહિત 55 મુરતિયાઅોઅે દાવેદારી નોંધાવી હતી.
સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જે-તે વિધાનસભા બેઠક પર થયેલા કુલ મતદાનના અાંકડામાંથી નોટામાં પડેલા મતો બાદ કરી બાકી રહેતી રકમને 6 વડે ભાગ્યા બાદ જે રકમ વધે તેટલા મતો જે-તે બેઠકના ઉમેદવારે લેવાના હોય છે. જે મુજબ રાપર બેઠક પરના ઉમેદવારોને અોછામાં અોછા 23,515, ભુજમાં 29,460, માંડવી 27,833, ગાંધીધામ 24,760, અંજાર 28,799 અને અબડાસા બેઠક પરના ઉમેદવારોને 26,705 મત લેવાના હતા.
જો કે, અા નિયમ મુજબ કચ્છની 6 બેઠકો પર ભાજપ-કોંગ્રેસના 12 અને ભુજની બેઠકના અોલ ઇન્ડિયા મજલીસ-અે-ઇત્તેહાદુલ મુસલમીન પક્ષના ઉમેદવારે ડિપોઝિટ પર મેળવવા માટે લેવાના થતા મતો સંબંધિત બેઠકો પર મેળવી લેતાં 55માંથી કુલ 13ને જ ડિપોઝિટની રકમ પરત મળશે, જયારે બાકીના 42 ઉમેદવારોને ડિપોઝિટની રકમ નહીં મળે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.