પશ્ચિમ કચ્છ પોલીસબેડામાં ફેરફાર:42 કર્મચારીઓની બદલી કરાઇ, LCB, SOG, તમામ પોલીસના કર્મચારી બદલાયા

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘ દ્વારા એકસાથે 42 કર્મચારીઓની આંતરિક ફેરબદલીના આદેશો કરવામાં આવતા પોલીસબેડામાં તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ હતી.આ બદલીમાં LCB, SOG,LIB થી લઈ જિલ્લાના મોટાભાગના તમામ પોલીસમથકના કર્મચારીઓ બદલાયા છે.લાંબા સમય બાદ થયેલી આ બદલીઓ પાછળ જાહેરહિતનું કારણ આગળ ધરાયુ છે પણ બદલીઓ સુચક માનવામાં આવે છે.

પોલીસવડા દ્વારા કરવામાં આવેલા હુકમમાં 13 એએસઆઈ,21 હેડ કોન્સ્ટેબલ અને 8 પોલીસ કોન્સ્ટેબલની આંતરિક બદલી કરવામાં આવી છે.લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા ઘણા પોલીસ કર્મચારીઓની પણ ફેરબદલી કરવામાં આવી છે.આ પોલીસ કર્મચારીઓને તત્કાલિક નવી નિયુક્તિ વાળી જગ્યાએ હાજર થવા જણાવાયું છે.

144 કર્મચારીઓની માંગણી પ્રમાણેની બદલીમાં બે મહિલા પોલીસ કચ્છ આવ્યા
ગુજરાત પોલીસના મહાનિરીક્ષક દ્વારા 144 કર્મચારીઓની માંગણી પ્રમાણેની બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો.જેમાં વડોદરાથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પશ્ચિમ કચ્છ ભુજમાં જ્યારે જૂનાગઢથી મહિલા લોકરક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં આવ્યા છે કચ્છમાંથી કોઈ કર્મચારીઓ અન્ય જિલ્લામાં ગયા નથી.આ બદલીમાં લોકરક્ષકથી લઈ હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...