માંડવીના કોડાયમાં પાણીપુરીની લારી ધરાવતા યુવાનને આર્મીમાંથી બોલું છે કહી ઓર્ડર આપવાના નામે અજાણ્યા શખ્સે ચાલુ ફોને એટીએમ યુપીઆઇ આડી મારફતે 40 હજાર જેટલી રકમ બેન્કના ખાતામાંથી ઉપાડી લીધી હતી. ભોગ બનાર ફરિયાદ દાખલ કરવા માટે માંડવી પોલીસ મથકે ગયો ત્યારે પોલીસે વકીલ પાસે જવાની સલાહ આપી હતી.
કોડાય ખાતે રહેતા અને કોડાયપુલ ઉપર પાણીપુરીની રેંકડી ધરાવતા સુરેન્દ્રસિંગ બગેલ નામના યુવાન સાથે બનાવ બન્યો હતો. ભુજ આર્મી માંથી બોલું છું અને પાંચ હજાર પાણીપુરી અમને જોઈએ છે તેવો અજાણ્યા કોલરનો ફોન આવ્યો હતો. રૂપિયા ભુજ આર્મી હેડ ક્વાર્ટરેથી લઇ જવા જણાવ્યું હતું. ફરિયાદીના મોબાઇલ વોટ્સઅપ પર 6એમએચજે +372, આર્મી ભુજ ગુજરાતનું લોકોશન અને અડ્રેસ મોકલાવ્યું હતું. ઓર્ડર આર્મીના નામનો હોવાથી ફરિયાદી વિશ્વાસમાં આવી ગયો હતો. અજાણ્યો કોલર કહે તેમ ફરિયાદી કરતો ગયો હતો.
અને અડ્રેસ પર પૈસા લેવા ગયો હતો. દરમિયાન અજાણ્યા કોલરે ફરિયાદી સાથે ચાલુ કોલ દરમિયાન પેટીએમ અને યુપીઆઈ આઈડી દ્વારા થોડા થોડા કરી 40 હજાર જેટલા રૂપિયા ફરિયાદીના બેન્કના ખાતામાંથી ઉપાડી લીધા હતા. ફોન કરનાર અજાણ્યા વ્યક્તિના વોટ્સઅપ પર પણ આર્મીના જ યુનિફોર્મમાં કોઈકનો ફોટો રાખવામાં આવ્યો છે. ત્યારે પોલીસ તપાસ કરે તો, આર્મીના નામે ભોળા લોકો સાથે થતી છેતરપીંડી અટકી શકે છે.
આખરે ભોગબનારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી
ભોગબનાર યુવાનની ફરિયાદ માટે માંડવી પોલીસ મથકે ગયો ત્યારે ફરિયાદ લેવાને બદલે યુવાને પોલીસે વકીલ પાસે જવાનું જણાવતાં આખરે ઓનલાઈન સાઇબર ક્રાઇમમાં ફરીયાદ કરી હોવાનું જણાવ્યું હતું.
ફ્રોડ નંબર દ્વારા લોકોને છેતરવામાં આવે છે
પાણીપુરીવાળાએ ફ્રોડ નંબર અને વોટ્સએપ પર રાખવામાં આવેલ ફોટોને ડાઉનલોડ કરી અન્ય કને તેને ગૂગલ પર રિવર્સ સર્ચ કરાવતાં જાણવા મળ્યું કે, આજ ફોટોનો ઉપયોગ કરી અનેક લોકોને આર્મીના નામથી જ છેતરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.