ફરિયાદ:માનકુવાની હાઈસ્કૂલમાં મોનીટરની ચૂંટણી મુદ્દે ડખ્ખો,4 વિદ્યાર્થીઓ ઘવાયા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તો સારવાર હેઠળ : ગામના 5 યુવકો સામે ફરિયાદ દાખલ

તાલુકાના માનકુવા ગામે હાઇસ્કૂલમાં મોનીટરની ચૂંટણી મુદ્દે સર્જાયેલા વિવાદમાં યુવકો વચ્ચે ઝઘડો થયો હતો.જેમાં 4 જણાને ઇજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.આ બનાવમાં 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ટી.વાય.બીએમાં અભ્યાસ કરતા માનકુવાના રાજભાઇ રામજીભાઈ માતંગે માનકુવા પોલીસે જણાવ્યું કે તે લાલન કોલેજમાં હતો ત્યારે ગામના મેહુલ ધુવાનો ફોન આવ્યો હતો કે,માનકુવા હાઇસ્કૂલની બહાર છોકરાઓ વચ્ચે ઝઘડો થયો છે જેથી ઘટનાસ્થળે જઈને જોતા કાકાઈ ભાઈ રોહિત લક્ષ્મણ માતંગને ઇજાઓ થઈ હોવાનું જણાઇ આવ્યું હતું.જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

રોહિતના મિત્ર દર્શને જણાવ્યું હતું કે,તે માનકુવા હાઇસ્કૂલમાં કલાસની મોનીટરની ચૂંટણીમાં ઉભો રહ્યો હતો જેમાં અવિનાશ રબારી ચૂંટણી જીતી ગયો હતો અને તે દિવસે શાળામાંથી બહાર આવી બોલાચાલી કરી હતી જેમાં આરોપીઓએ દર્શનને માર મારવાનું શરૂ કરતા રોહિત વચ્ચે પડ્યો હતો ત્યારે માથામાં પંચ મરાયો હતો આ દરમ્યાન શિક્ષકો આવી જતા સૌ ભાગી ગયા હતા જેથી બાદમાં માનકુવા બસ સ્ટેશન પાસે લઈ જઈ રોહિતને માર મારવામાં આવ્યો હતો.આરોપીઓ પૈકી 1 પાસે છરી પણ હતી.

આ બનાવમાં રોહિતની સાથે રાજેશ રોસિયા, દર્શન પરમાર અને રાહુલ મહેશ્વરીને પણ સારવાર અપાઈ હતી જે બાદ માનકુવા પોલીસમાં આરોપીઓ રામ રબારી, જશુ રબારી,મમુ રબારી, ધનસુખ રબારી,મહેશભાઈ રબારી અને અવિનાશ રબારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેની તપાસ ડીવાયએસપી જે.એન.પંચાલને સોંપવામાં આવી છે.તેઓએ જણાવ્યું કે,ફરિયાદ બાદ નિવેદન અને પંચનામા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...