કાર્યવાહી:સાયણમા 4.50 લાખના ઓઇલની ચોરી કરનારા 4 શખ્સ પકડાયા

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવનચક્કીના ટ્રાન્સફોર્મરમાંથી ચોર્યું હતું ઓઇલ

લખપત તાલુકાના નાની સાયણ અને મોટી સાયણ સીમ વિસ્તારમાં આવેલી સુઝલોન કંપનીના પવનચક્કીના ટ્રાન્સફોર્મર ટેન્કના વાલ્વને બોલ્ટ વડે ખોલીને તેમાંથી 11,000 લીટર પાવર ઓઇલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નારાયણ સરોવર પોલીસ સ્ટેશને નોંધાવવામાં આવી હતી. જે ગુનાકામે પોલીસે કાર્યવાહી કરીને ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે.

બે દિવસ પૂર્વે 4.95 લાખની કિંમતના ટ્રાન્સફોર્મર ટેન્કના પાવર ઓઇલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.જે અનુસંધાને ગુનો ઉકેલવા માટે પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ દિપસિંહ સોઢાને બાતમી મળી કે,બરંદાના નરેન્દ્ર ઉર્ફે માવજી વાંછીયાએ આ ચોરીને અંજામ આપ્યો છે.

જેથી તેને ઝડપી પૂછપરછ કરતા ગુનાની કબૂલત આપી હતી.તપાસ કરતા આ ગુનામાં અન્ય આરોપીઓ જીગ્નેશ ઉર્ફે જીગો હરેશભાઈ જોશી,મામદ ઉર્ફે અધાભા ઇસ્માઈલ સમેજા અને મુબારક ઉર્ફે મૂબો મામદ સમેજાની સંડોવણી ખુલતા ચારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.તેઓ પાસેથી 40 લીટર ઓઇલ કબ્જે કરવામાં આવ્યું છે.આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મંજુર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...