ગજોડ અને નરા છલકાઇ જવાના આરે:મધ્યમ કદના વધુ 4; નાની સિંચાઇના 89 ડેમ ઓગન્યા, નાની સિંચાઇના 40 ડેમમાં પણ પાણીનો જથ્થો એંસી ટકા ઉપર

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજયસાગર - Divya Bhaskar
વિજયસાગર

કચ્છમાં સચરાચર વરસાદ પડ્યો છે. તો હજી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની વચ્ચે કચ્છમાં મધ્યમ કદના વીસ ડેમમાંથી મંગળવારે વધુ ચાર છલકાઈ જતા કુલ આંકડો 13 પર પહોંચ્યો છે. જ્યારે નાની સિંચાઇના કુલ 170 માંથી 89 ડેમ છલકાઇ ગયા છે. પચાસ ટકાથી વધુ ડેમ ઓવરફલો થયા છે. ચાલીસ જેટલા નાની સિંચાઇના ડેમમાં એંસી ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે.

ભુખી
ભુખી

મંગળવારે મધ્યમ કદના વધુ ચાર ડેમ ઓવરફલો થયા તેમાં નખત્રાણા તાલુકાના મથલ, નિરોણા અને ભુખી ડેમ તથા ભુજ તાલુકાનો કયલા ડેમ છલકાઇ ગયો છે. મથલ ઓવરફ્લો થતાં આ વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. ત્રણ ગામોની જીવંત ખેતી માટે મથલ ડેમ જીવા દોરી છે. આ વિસ્તારમાં આવતા ઝીંઝાય, ધામાય, દેશલપર સહિતના ગામોના નિચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા સલામત સ્થળે જવા સૂચિત કરાયા છે.

મથલ ગામના યુસુફભાઈ ખલીફાએ જણાવ્યું હતું કે,આ પાણી બે વર્ષ સુધી ખૂટે એમ નથી. પાવર પટ્ટી વિસ્તારના નિરોણા, બિબ્બર, ઓરીરા, મેડીસર, વંગ,હરિપુરા,અમરગઢ, વેડહાર સહિતના ગામોમાં 11 થી 2 વાગ્યા સુધી ભારે વરસાદના કારણે નીચાણ વિસ્તારમાં પાણી ભરાયi હતા. ભુજ તાલુકાના અને બધા જ ડેમમાં સૌથી મોટો એવા રુદ્રમાતા ડેમમાં હજી સુધી માત્ર 7 ટકા જ પાણી આવ્યું છે.

તો કાસવતીમાં માત્ર એક ટકા પાણી છે. નાની સિંચાઇના કુલ 170 ડેમમાંથી 89 ઓવરફ્લો થતાં કચ્છના પચાસ ટકાથી વધુ ડેમ ઓવરફ્લો થયા છે. બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વધુ ડેમ છલકાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અબડાસાના બધા જ 24 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. જ્યારે અંજારના કુલ 12 માંથી બે જ ભુવડ અને સુરખાન જ છલકાયા છે. આમ નાની સિંચાઈ યોજનાના 81 ડેમ છલકાઇ જાય તો કચ્છના નાના કદના બધા જ ડેમમાં પાણી ભરાઈ જાય.

અન્ય સમાચારો પણ છે...