અબોલા જીવને કચડતાં રોષ:લોરિયા પાસે ટ્રકની ટક્કરે 4 લાખેણી ભેંસનાં મોત, ચાર ગંભીર રીતે ઘવાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતેલા સાંઢની માફક દોડતા વાહનો દરરોજ અબોલા જીવને કચડતાં રોષ
  • પ્રવાસનની સીઝનમાં આ માર્ગે વાહન વ્યવહાર વધી જતાં સાવધાની જરૂરી

તાલુકાના લોરીયા પાસે બેકાબુ ટ્રકની ટકકરે 4 લાખેણી ભેંસના મોત થયા હતા જ્યારે 4 ભેંસને ઇજાઓ થઈ હતી.જેથી માધાપર પોલીસમાં ટ્રક ચાલક સામે ફરિયાદ આપવામાં આવી છે. ભુજ-ખાવડા રોડ પર માતેલા સાંઢની જેમ ટ્રેલરો દોડી રહ્યા છે,ઘણીવાર ડ્રાઈવરોથી આ વાહનો કંટ્રોલ થતા નથી.જેના લીધે નાના-મોટા અકસ્માત થાય છે ત્યારે લોરીયા ફાટક પાસે ટ્રેલરે ભેંસના ધણના હડફેટે લેતા ચાર જેટલી ભેંસોના મોત થયા હતા.

માલધારી ઉમરાજી દીપાજી જાડેજાએ જણાવ્યું કે,રાત્રે 3 વાગ્યાના અરસામાં આ બનાવ લોરીયા સિમવાળા રોડ પર બન્યો હતો.ભેંસોનો ધણ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક નંબર એમ.એચ.46 એ.એફ 0028 ના ચાલકે પોતાના વાહન પરનો કાબુ ગુમાવી ભેંસો પર ટ્રેલરના ટાયર ચડાવી દેતા ઘટનાસ્થળે 4 ભેંસોના મોત થયા હતા. જ્યારે 4 ભેંસોને ઇજાઓ થઈ હતી.એક સાથે 4 ભેંસોના મોત થતા માલધારી પર આભ ફાટયું હતું અને રૂ.2.50 લાખનું નુકશાન થયું હતું.ટ્રેલર ચાલક અકસ્માત સર્જ્યા બાદ વાહન મુકીને નાસી ગયો હતો.હાલમાં પ્રવાસન સીઝન છે અને આ રોડ પર વાહનની સંખ્યા વધુ હોય છે ત્યારે અકસ્માત નિવારવા માટે વાહનચાલકો તકેદારી રાખે તે અનિવાર્ય છે.

અન્ય સમાચારો પણ છે...