ભુજ તાલુકાના નાના વરનોરા ગામે ગુનાહીત કૃત્ય થાય તે પૂર્વે એલસીબીએ રહેણાકના મકાનમાં દરોડો પાડીને બાર સીંગલ બોરની એક દેશી બંદુક, 8 જીવતા કારતુસ, કારતુસ રાખવાનો પટ્ટો અને 6 મોબાઇલ સાથે 4 શખ્સને ઝડપી લીધા હતા. જ્યારે ત્રણ નાસી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી પરથી નાના વરનોરા ગામે મેરવાસમાં રહેતા મામદ જુસબ ત્રાયાના ઘરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મામદ જુસબ ત્રાયા, મામદ લાખા મોખા, અલ્તાફ જાકબ મોખા, અફઝલ આદમ મમણ રહે તમામ નાના વરનોરાવાળાઓને ઝડપી પાડ્યા હતા. તેમના કબજામાંથી રૂપિયા 2 હજારની કિંમતની બારની સીંગલ બોરની દેશી બંદૂક અને 8 નંગ જીવતા કારતુસ, 6 મોબાઇલ તેમજ કારતુસ રાખવાનો પટ્ટો કબજે કર્યો હતો.
જ્યારે નાના વરનોરાના અબાસ લાખા મોખા, અસ્લીમ રાણા મોખા, અનવર લધા મોખા નામના ત્રણ શખ્સ નાસી ગયા હતા. એલસીબીએ આરોપીઓ વિરૂધ માધાપર પોલીસ મથકે આર્મ એક્ટનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે નાસી જનારા આરોપીઓને પકડવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.