તંત્રનો દાવો:કચ્છમાં 39305 લમ્પીગ્રસ્ત પશુઓને સારવાર અપાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4.30 લાખ ગૌવંશનું રસીકરણ પૂર્ણ કરાયાનો તંત્રનો દાવો
  • ઘેટા-બકરામાં ખરી પાકવામાં એન્ટીસેપ્ટીક દવાઓનું ડ્રેસીંગ કરવાથી બહુ ઝડપથી ફાયદો

કચ્છ જિલ્લામાં ગાયોમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝ રોગને નિયંત્રણમાં લાવવા જિલ્લા પંચાયત સ્થિત નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી અને ચાલુ છે, જેથી હજી સુધી 39305 લમ્પીગ્રસ્ત પશુઓને સારવાર આપવામાં આવી છે અને 4.30 લાખ ગૌવંશનું રસીકરણ પૂર્ણ કરવામાંઅાવ્યું છે. અેવો દાવો અખબારી યાદીમાં કરવામાં અાવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્રના દાવામાં વધુમાં જણાવાયું છે કે, શરૂઆતમાં સ્થાનિકની ટીમો તેમજ ડી.એમ.એફ. યોજનાના સ્ટાફ દ્વારા અને ત્યારબાદ જીલ્લા બહારથી ફાળવવામાં આવેલી વધુ ટીમો દ્વારા દૈનિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતો લેવાઈ હતી. જે દરમિયાન પશુ સારવાર, રસીકરણ અને સર્વેક્ષણ કામગીરી ચાલી હતી, જેથી જિલ્લાનાં તમામ વિસ્તારોમાં કાબૂ મેળવી લેવાયો છે. હવે લમ્પીને કારણે જિલ્લામાં પશુ મરણનાં પ્રમાણમાં વધારો થવાની શક્યતા નહિવત છે.

ચોમાસુ ઋતુમાં ખાસ કરીને ઘેટા-બકરામાં સતત ભીનાશને કારણે કે કાંકરી કે કાંટા વાગવાને લીધે ખરી પાકવાનું થાય તો તેમને થોડો સમય કોરી જગ્યાએ રાખી એન્ટીસેપ્ટીક દવાઓનું ડ્રેસીંગ કરવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે.

અન્ય સમાચારો પણ છે...