કચ્છમાં કોરોનાની આગેકુચ અવિરત જારી રહી હોય તેમ શુક્રવારે જિલ્લામાં વધુ નવા 37 કેસ નોંધાયા છે.જેની સામે 33 દર્દીઓ સ્વસ્થ થઈ જતા એક્ટિવ પોઝિટિવ કેસની સંખ્યા 175 થઈ છે. જિલ્લા પંચાયત દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, સૌથી વધુ નખત્રાણા તાલુકામાં 10 કેસ નોંધાયા છે.આ સાથે ગાંધીધામ શહેરમાં સાત અને તાલુકામાં એક મળી આઠ કેસ નોંધાયા છે.
જે બાદ ભુજ શહેરમાં ત્રણ અને તાલુકામાં ચાર મળી સાત કેસ આવ્યા છે.અંજારમાં પણ કોરોનાના નવા કેસો આવી રહ્યા હોય તેમ શહેરમાં છ અને તાલુકામાં વધુ એક વ્યક્તિને કોવિડનો ચેપ લાગ્યો છે.આ સાથે ભચાઉ તાલુકામાં ત્રણ અને રાપર તાલુકામાં પણ બે વ્યક્તિ સંક્રમિત બન્યા છે.અબડાસા,લખપત, માંડવી અને મુન્દ્રામાં કોરોનાની ગેરહાજરી નોંધાઇ છે. નવા કેસની સામે 33 દર્દીઓને સ્વસ્થ પણ જાહેર કરવામાં આવ્યા છે.
દરમિયાન 13,971 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.છેલ્લા ઘણા સમયથી કોવિડના નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે પણ તમામ દર્દીઓ હળવા લક્ષણ ધરાવતા હોવાથી ચિંતાની બાબત જોવા મળતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.