યુનિવર્સિટીમાંથી પીએચડીની ડીગ્રી મેળવવા માટે વધુ 366 વિદ્યાર્થીઓએ રસ દાખવીને ફોર્મ ભર્યા છે,જેથી અગાઉ અને હાલના મળી કુલ 944 છાત્ર હવે પરીક્ષા આપશે.ઉતરાયણ પછી પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.ગત 30 ઓક્ટોબર 2021ના લેવાનારી પરીક્ષા અંદરોઅંદર ચાલતા જૂથવાદમાં મોકૂફ રહી હતી.જે બાદ પ્રવેશ પરીક્ષા લેવા માટે યુનિવર્સિટીને પરવાનગી મળી જતા 11 દિવસ સુધી અરજીઓ મંગાવવામાં આવી હતી.અગાઉ ફોર્મ ભરનારા ઉમેદવારને ફરી ફોર્મ ભરવાની જરૂરિયાત નથી પણ નવા ઉમેદવારો માટે 21 તારીખથી 31 ડિસેમ્બર સુધી ફોર્મ સ્વીકારવાની કામગીરી કરાઈ હતી.
જેમાં 366 જેટલા ફોર્મ ભરાયા છે. પીએચડીની પ્રવેશ પરિક્ષામાં કુલ 944 છાત્રએ ફોર્મ ભર્યા છે.જેની પરીક્ષા ઉતરાયણ બાદ લેવામાં આવશે,સતાવાર તારીખ હવે જાહેર થશે તેવું રજિસ્ટ્રાર ઘનશ્યામ બુટાણીએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે,આ વખતે Ph.Dની સીટ 203 છે અને કુલ 944 વિદ્યાર્થીઓ મેદાનમાં છે ત્યારે કોનો ચાન્સ લાગે છે તે જોવું રહ્યું.
મુંઝવણ : યુજીસી કહે છે,કોલેજના પ્રોફેસરો ગાઇડશિપ માટે સક્ષમ નથી
પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરનારા કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે,તાજેતરમાં યુજીસી દ્વારા નવું ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે,કોલેજના પ્રોફેસરો ગાઈડશિપ માટે લાયકાત ધરાવતા નથી પણ કચ્છમાં મોટાભાગની ગાઈડશીપ કોલેજના પ્રોફેસરોને અપાઈ છે જેથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે કે અમારી ડીગ્રી માન્યતાપ્રાપ્ત ગણાશે કે નહીં ? નિયમભંગ થતો હોવાના આક્ષેપ સાથે છાત્રો દ્વારા રજૂઆત કરાઈ ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશોએ બધું નિયમ પ્રમાણે થતું હોવાનો દાવો કર્યો હતો.ત્યારે આજે વિદ્યાર્થીઓ ફરી રજુઆત કરવા માટે જવાના હોવાની વિગતો સાંપડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.